કરણ જોહરે તેની આગામી ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે.
બર્થ-ડે પાર્ટી
કરણ જોહર ગઈ કાલે બાવન વર્ષનો થયો. તેની બર્થ-ડે પાર્ટીમાં ઇન્ડસ્ટ્રીની અનેક સેલિબ્રિટીઝ પહોંચી હતી. કરણને બેસ્ટ વિશિઝ આપવા માટે અનિલ કપૂર, કાજોલ, ફારાહ ખાન કુંદર, કુણાલ ખેમુ, નેહા ધુપિયા, અંગદ બેદી અને વરુણ ધવન તેની વાઇફ નતાશા દલાલ સાથે પહોંચ્યાં હતાં. આ પાર્ટીનો ફોટો નેહાએ ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કર્યો હતો.
ફૅન્સને બર્થ-ડે ગિફ્ટ ઃ કરણે નવી ફિલ્મ જાહેર કરી
કરણ જોહરે તેની આગામી ફિલ્મની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે. એ ફિલ્મને તે પોતે ડિરેક્ટ કરવાનો છે. એનું ટાઇટલ હજી નક્કી નથી. સાથે જ આ ફિલ્મમાં કોણ ઍક્ટર્સ જોવા મળશે એનો પણ કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો. પોતાનો બર્થ-ડે હતો એથી નવી ફિલ્મની અનાઉન્સમેન્ટ કરીને કરણે એક પ્રકારે તેના ફૅન્સને એક ગિફ્ટ આપી છે.
ADVERTISEMENT
હાઈ હીલ્સ છોડીને સ્નીકર્સ પહેરીને પાર્ટીમાં ગઈ કાજોલ
કાજોલને હાઈ હીલ્સ પહેરવી અનકમ્ફર્ટેબલ લાગતાં તેણે સ્નીકર્સ પહેર્યાં હતાં. પાર્ટીમાં પ્રિન્ટેડ પોશાક પર તે સ્નીકર્સ પહેરીને ગઈ હતી. એનો ફોટો તેણે શૅર કર્યો છે. ગઈ કાલે કરણ જોહરનો બર્થ-ડે હતો અને એ પાર્ટીમાં જવા માટે તે આવી રીતે સજી-ધજીને ગઈ હતી. એ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાજોલે કૅપ્શન આપી, ફાઇનલી પાર્ટી માટે મેં સ્નીકર્સ પહેર્યાં.
પંકજ ત્રિપાઠી સાથે કામ કરવા માટે માનતા માની હતી જાહ્નવીએ
જાહ્નવી કપૂરને પંકજ ત્રિપાઠી સાથે કામ કરવાની ઇચ્છા હતી એટલે તેણે માનતા રાખી હતી. આ બન્નેએ ૨૦૨૦માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’માં સાથે કામ કર્યું હતું. પંકજ ત્રિપાઠી વિશે જાહ્નવી કહે છે, ‘મારે પંકજ ત્રિપાઠી સર સાથે કામ કરવું હતું. ‘ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ’ માટે હા પાડે એ માટે મેં માનતા રાખી હતી. કદાચ તો ૧૦-૧૨ દિવસ માટે હું શાકાહારી બની ગઈ હતી, જેથી કરીને તેઓ ફિલ્મમાં કામ કરવા રાજી થઈ જાય.’
એક વર્ષથી બેરોજગાર બનેલાં રત્ના પાઠક શાહે કહ્યું... હું ઇન્સ્ટાગ્રામ પર નથી એટલે કોઈ કામ નથી આપતું
રત્ના પાઠક શાહને એક વર્ષથી કોઈ કામ નથી મળ્યું અને તેમનું કહેવું છે કે ઇન્સ્ટાગ્રામ પર તેમનું અકાઉન્ટ નથી એથી તેઓ આજે બેરોજગાર છે. તેઓ છેલ્લે ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ધક ધક’માં દેખાયાં હતાં. ત્યારથી તેમને કોઈ ઑફર નથી મળી. એ વિશે રત્ના પાઠક શાહ કહે છે, ‘સોશ્યલ મીડિયામાં તમારા કેટલા ફૉલોઅર્સ છે એના આધારે તમને કામ મળે છે. આવું મેં સાંભળ્યું છે. હું ઇન્સ્ટાગ્રામ પર નથી એટલે મને કામ માટે કોઈ અપ્રોચ નથી કરતું. આ કારણ હોઈ શકે છે. એક વર્ષથી મારી પાસે કામ નથી. વર્તમાનમાં આ બધી બાબતો મહત્ત્વ ધરાવે છે.’

