Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Kajol

લેખ

કાજોલ અને નિસા

મારી દીકરી નિસા હમણાં ફિલ્મોમાં કામ નથી કરવાની

જ્યારે બીજા સ્ટાર્સનાં સંતાનો બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે ત્યારે હવે એવી ધારણા બાંધવામાં આવે છે કે અજય અને કાજોલની મોટી દીકરી નિસા પણ ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે. આ મામલે હવે નિસાની મમ્મી કાજોલે મોટો ખુલાસો કર્યો છે...

11 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અયાન મુખર્જી અને તેના પિતા દેબ મુખર્જીની ફાઇલ તસવીર

અભિનેતા અયાન મુખર્જીના પિતાએ ૮૩ વર્ષની વયે લીધા મુંબઈમાં અંતિમશ્વાસ

Ayan Mukerji`s father passes away: હિન્દી સિનેમાના વરિષ્ઠ અભિનેતા Deb Mukherjeeનું 83 વર્ષની વયે અવસાન થયું. મુંબઈના પવન હન્સ શમશાન ગૃહમાં આજે સાંજે 4 વાગ્યે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.

15 March, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કાજોલ

કાજોલે ગોરેગામમાં ૨૮.૭૮ કરોડ રૂપિયાની કમર્શિયલ પ્રૉપર્ટી ખરીદી

પહેલાં કાજોલે જુલાઈ ૨૦૨૩માં ૨૦૯૭ સ્ક્વેર ફીટની કમર્શિયલ પ્રૉપર્ટી ઓશિવરામાં ૭.૬૪ કરોડ રૂપિયામાં ખરીદી હતી.

13 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડીડીએલજે મ્યુઝિકલ UKમાં પ્રીમિયર માટે તૈયાર

DDLJ મ્યૂઝિકલનું UKમાં થશે પ્રીમિયર: જાણો બૉલિવૂડની આ આયકૉનિક ફિલ્મ વિશે રસપ્રદ

Interesting facts about DDLJ: બૉલિવૂડની સૌથી પ્રખ્યાત ફિલ્મ DDLJનું મ્યુઝિકલ UKમાં 29 મેના રોજ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. જાણો આઈકૉનિક ફિલ્મ ડીડીએલજે વિશે કેટલીક અનોખી અને અજાણી વાતો!

10 March, 2025 12:24 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફોટા

દેબ મુખરજી

ઍક્ટર દેબ મુખરજીનું ૮૩ વર્ષની ઉંમરે અવસાન

ફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખરજીના પિતાના અવસાનને પગલે રણબીર કપૂર અલીબાગની ટ્રિપ ટૂંકાવીને તાબડતોબ મુંબઈ પરત ફર્યો ફિલ્મમેકર અયાન મુખરજીના પિતા અને ઍક્ટર દેબ મુખરજીનું ગઈ કાલે ૮૩ વર્ષની ઉંમરે વધતી વયને કારણે થયેલી બીમારીઓને પગલે મુંબઈમાં અવસાન થયું હતું અને શુક્રવારે સાંજે જ મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર જુહુના પવનહંસ સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા હતા. દેબ મુખરજીનો જન્મ ૧૯૪૧માં કાનપુરમાં થયો હતો. તેઓ શરૂઆતથી જ ફિલ્મી પરિવાર સાથે સંકળાયેલા હતા. દેબ મુખરજીના ભાઈ જૉય મુખરજી ઍક્ટર હતા અને શોમુ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર હતા. દેબ મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અયાન મુખરજીના પિતા અને ફિલ્મમેકર આશુતોષ ગોવારીકરના સસરા હતા. દેબ મુખરજીનાં પહેલાં લગ્નથી તેમને સુનીતા નામની દીકરી હતી જેણે આશુતોષ ગોવારીકર સાથે લગ્ન કર્યાં છે. દેબ મુખરજી કાજોલ અને રાની મુખરજીના કાકા હતા. દેબ મુખરજીનો પરિવાર બૉલીવુડ સાથે સંકળાયેલો છે જેને કારણે તેમના અંતિમ સંસ્કારમાં અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. અયાન મુખરજીનો ખાસ મિત્ર રણબીર કપૂર પત્ની આલિયા ભટ્ટની આજની બત્રીસમી ૩૨મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરવા માટે અલીબાગ ગયો હતો, પરંતુ તે પણ આ ટ્રિપ ટૂંકાવીને તરત જ મુંબઈ પરત ફર્યો હતો. રણબીરે અંતિમ સંસ્કારમાં દેબ મુખરજીના પાર્થિવ શરીરને ખભે ઊંચકીને અંતિમ યાત્રામાં ભાગ લીધો હતો.

16 March, 2025 07:12 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અંબાણી પરિવારના ગણેશોત્સવમાં હાજર રહેલા બૉલિવૂડ સેલેબ્ઝ

Ambani’s Ganeshotsav: એન્ટિલિયામાં ઉમટ્યું બૉલિવૂડ, ટ્રેડિશનલ અવતારમાં સેલેબ્ઝ

અંબાણી હાઉસ એન્ટિલિયા (Antilia)માં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ગણપતિ બાપ્પા (Ambani’s Ganeshotsav)ની પધરામણી કરવામાં આવી છે. નીતા અંબાણી (Nita Ambani) અને મુકેશ અંબાણી (Mukesh Ambani) માટે આ ગણેશ ચતુર્થી ૨૦૨૪ (Ganesh Chaturthi 2024) વધુ ખાસ છે કારણકે તેમના નાના દીકરા અનંત અંબાણી (Anant Ambani) અને રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નાં લગ્ન પછી આ પ્રથમ તહેવાર છે. અંબાણી પરિવારની આ ખુશીઓમાં બૉલિવૂડ સેલેબ્ઝ પણ સામેલ થયા હતા. ચાલો જોઈએ અંબાણી પરિવારના ગણેશોત્સવમાં બૉલિવૂડ સેલેબ્ઝનો ઠાઠ.

08 September, 2024 12:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલ શત્રુઘ્ન સિંહા

સોનાક્ષી-ઝહીરના રિસેપ્શનમાં ખૂબ ડાન્સ કર્યો સેલિબ્રિટીઝે, જુઓ ફોટોઝ

સોનાક્ષી સિંહા અને ઝહીર ઇકબાલનાં લગ્ન બાદ રવિવારે સાંજે મુંબઈની ફાઇવ સ્ટાર હોટેલમાં રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. એ પાર્ટીમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઝ તેમને આશીર્વાદ આપવા પહોંચી હતી. ન્યુલી મૅરિડ કપલે કેક-કટિંગ કર્યું હતું અને લાઇફના નવા તબક્કાની શરૂઆત ખૂબ જોશ સાથે કરી હતી. તેમની પાર્ટી સવારના ચાર વાગ્યા સુધી ચાલી હતી. આ પાર્ટીમાં રેખા, સંજય લીલા ભણસાલી, કાજોલ, તબુ, રિચા ચઢ્ઢા, અલી ફઝલ, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી પણ હાજર હતાં. (તમામ તસવીરો- શાદાબ ખાન અને યોગેન શાહ)

25 June, 2024 12:16 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમામ તસવીરો : યોગેન શાહ

Anand Pandit’s 60th Birthday Bash: પાર્ટીમાં સલમાનથી લઈ કાજોલે લગાવ્યા ચાર ચાંદ

આનંદ પંડિતે 60મા જન્મદિવસની આકર્ષક અને ભવ્ય ઉજવણી કરી હતી. આ પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, કાજોલ, અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન સહિતના સેલેબ્સે હાજરી આપી હતી. (તમામ તસવીરો : યોગેન શાહ)

22 December, 2023 10:37 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ભારતીય ફિલ્મ બિરાદરોએ ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો

ભારતીય ફિલ્મ બિરાદરોએ ભૂતપૂર્વ વડા પ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો

ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની વયે દિલ્હીમાં અવસાન થયું. 2004 થી 2014 સુધી સેવા આપતા, તેઓ તેમના શાંત નેતૃત્વ અને આર્થિક દ્રષ્ટિ માટે આદર પામ્યા હતા. સંજય દત્ત, સની દેઓલ, થાલપથી વિજય, ચિરંજીવી, કમલ હસન, અનુપમ ખેર, અને માધુરી દીક્ષિત જેવી હસ્તીઓ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,  અનુપમ ખેર જેમણે `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર`માં તેમનું પાત્ર પણ ભજવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ શ્રદ્ધાંજલિ આપી હતી. રાજનીતિ અને મનોરંજન બંને ક્ષેત્રના લોકોએ ભારતની પ્રગતિમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન આપીને તેમની ખોટ પર શોક વ્યક્ત કર્યો.

27 December, 2024 05:12 IST | New Delhi
કૃતિ સેનન, તમન્નાહ ભાટિયા, શાહિર શેખ અને અન્યોએ સક્સેસ પાર્ટીની શુભેચ્છા પાઠવી

કૃતિ સેનન, તમન્નાહ ભાટિયા, શાહિર શેખ અને અન્યોએ સક્સેસ પાર્ટીની શુભેચ્છા પાઠવી

`દો પત્તી`ના નિર્માતાઓએ મુંબઈમાં સ્ટાર-સ્ટડેડ સક્સેસ બેશનું આયોજન કર્યું હતું, જેમાં એક વિશિષ્ટ મેળાવડા સાથે ફિલ્મની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. રકુલ પ્રીત, સન્ની સિંહ, કુશા કપિલા, સોફી ચૌધરી અને અન્ય ઘણી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કૃતિ સેનને પાર્ટીમાં માથું ફેરવ્યું, છટાદાર મીની-બ્લેક ડ્રેસમાં દરેકને આશ્ચર્યચકિત કરી દીધું, જ્યારે તમન્ના ભાટિયા બ્લેક ઑફ-શોલ્ડર આઉટફિટમાં શાનદાર દેખાતી હતી. શશાંક ચતુર્વેદી દ્વારા નિર્દેશિત, `દો પત્તી`માં પ્રભાવશાળી કલાકારો છે, જેમાં કૃતિ સેનન, કાજોલ અને શાહીર શેખ મુખ્ય ભૂમિકામાં છે.

14 November, 2024 03:32 IST | Mumbai
ક્રિતિ સેનન, કાજોલ, અજય દેવગણ અને અર્જુન કપૂર પહોંચ્યા ‘દો પત્તી’ના પ્રીમિયરમાં

ક્રિતિ સેનન, કાજોલ, અજય દેવગણ અને અર્જુન કપૂર પહોંચ્યા ‘દો પત્તી’ના પ્રીમિયરમાં

`દો પત્તી`નું સ્ટાર-સ્ટડેડ પ્રીમિયર મુંબઈમાં યોજાયું હતું, જેમાં `સિંઘમ અગેઈન`ના કલાકારો પૂરા જોશમાં જોવા મળ્યા હતા. અજય દેવગણ અને અર્જુન કપૂર મુખ્ય લીડ કાજોલ, ક્રિતિ સેનન અને શાહિર શેખ પણ જોડાયા હતા અને તેમના પરિવારો સાથે સ્ક્રીનિંગની ઉજવણી કરી હતી. આ ઇવેન્ટમાં વરદા નાયડાવાલા, વીર પહરિયા અને નિતાંશી ગોયલ જેવી અન્ય હસ્તીઓ પણ આકર્ષિત થઈ હતી. ક્રિતિએ બોલ્ડ સફેદ ઉચ્ચ કમરવાળા, પ્લીટેડ મેક્સી સ્કર્ટ સાથે ચિક ટોપ પેયરમાં વાહ વાહી મેળવી હતી, જ્યારે કાજોલ અને અજયે બ્લૅક પોશાક પહેરીને તેમની એકતાનું પ્રદર્શન કર્યું હતું.

25 October, 2024 06:38 IST | Mumbai
દો પત્તીનું ટ્રેલર લૉન્ચઃઅજય દેવગનની પોલીસની ભૂમિકા વિશે કાજોલે લાગણી વ્યક્ત કરી

દો પત્તીનું ટ્રેલર લૉન્ચઃઅજય દેવગનની પોલીસની ભૂમિકા વિશે કાજોલે લાગણી વ્યક્ત કરી

દો પત્તીનું ટ્રેલર લોન્ચઃ કાજોલ અને કૃતિ સેનને મુંબઈમાં તેમની આગામી ફિલ્મ દો પત્તી માટે ટ્રેલરનું અનાવરણ કર્યું. આ કાર્યક્રમમાં તેમના કો-સ્ટાર શાહિર શેખ અને ફિલ્મના લેખક અને સહ-નિર્માતા કનિકા ધિલ્લોને હાજરી આપી હતી. આ ફિલ્મ એક મિસ્ટ્રી થ્રિલર છે જે એક હિલ સ્ટેશનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. K3G-પ્રસિદ્ધ અભિનેત્રીએ પ્રથમ વખત પોલીસ અધિકારીનો યુનિફોર્મ પહેર્યો હતો અને તેના પતિ અજય દેવગણની સ્ક્રીન પર પોલીસની ભૂમિકા ભજવવા વિશેની લાગણીઓ વિશે વાત કરી હતી. કૃતિ સેનને ડીપ નેકલાઇન સાથે વાદળી બેકલેસ ગાઉનમાં ઇવેન્ટને ચમકાવી હતી, જ્યારે કાજોલે આકર્ષક લાલ ડ્રેસ પસંદ કર્યો હતો. દો પટ્ટી નિર્માતા તરીકે કૃતિ સેનનનું ડેબ્યુ કરે છે. શશાંક ચતુર્વેદી દ્વારા નિર્દેશિત, દો પટ્ટી 25 ઓક્ટોબરે નેટફ્લિક્સ પર પ્રીમિયર થવાની છે.

16 October, 2024 05:07 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK