Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઇન્ડિયન મેડિકલ અસોસિએશનને સની દેઓલની નવી ફિલ્મ સામે વાંધો પડ્યો

ઇન્ડિયન મેડિકલ અસોસિએશનને સની દેઓલની નવી ફિલ્મ સામે વાંધો પડ્યો

Published : 24 October, 2026 03:14 PM | Modified : 24 October, 2026 04:07 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મ ‘સૂર્યા : અંત સે આરંભ તક’ની તાત્કાલિક સમીક્ષા કરવાની માગણી કરી છે. ડૉક્ટર્સ સામેની હિંસાના ચિત્રણ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

સની દેઓલ

સની દેઓલ


૧૯ ઑક્ટોબરે સની દેઓલના જન્મદિવસ નિમિત્તે તેની આગામી ફિલ્મ ‘સૂર્યા : અંત સે આરંભ તક’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે રિલીઝના થોડા દિવસો બાદ જ ઇન્ડિયન મેડિકલ અસોસિએશને આ ફિલ્મ સામે સવાલો ઉઠાવ્યા છે. અસોસિએશને ફિલ્મમાં મેડિકલ વ્યવસાયને જે રીતે દર્શાવવામાં આવ્યો છે એના વિશે અને ડૉક્ટર્સ સામેની હિંસાના ચિત્રણ વિશે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

ઇન્ડિયન મેડિકલ અસોસિએશને માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને ફિલ્મ ‘સૂર્યા : અંત સે આરંભ તક’ની તાત્કાલિક સમીક્ષા કરવાની માગણી કરી છે. અસોસિએશનનું કહેવું છે કે ફિલ્મમાં આરોગ્યક્ષેત્રમાં ભ્રષ્ટાચારને સામાન્ય બાબત તરીકે દર્શાવવામાં આવ્યો છે અને ડૉક્ટરો સામેની હિંસાને જે રીતે રજૂ કરવામાં આવી છે એનાથી લોકોમાં ખોટો સંદેશ જઈ શકે છે; આના કારણે ડૉક્ટરોની ઇમેજને નુકસાન પહોંચવાની સાથે હેલ્થ-વર્કર્સની સુરક્ષા અને ડૉક્ટરો પરના લોકોના વિશ્વાસ પર પણ અસર પડી શકે છે.



અસોસિએશને ફિલ્મની નિષ્પક્ષ સમીક્ષા કરવાની, ફિલ્મના નિર્માતાઓને જરૂરી સુધારાત્મક પગલાં ભરવાનો નિર્દેશ આપવાની અને જરૂર પડે તો કાયદા હેઠળ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની તેમ જ યોગ્ય કાર્યવાહી કરવા વિશે વિચારણા કરવાની માગણી કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2026 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK