Happy Birthday Karan Johar: જ્યારે કરણે ટ્વિન્કલને કર્યું પ્રપૉઝ
કરણ જોહર સાથે ટ્વિંકલ ખન્ના
ફિલ્મ નિર્માતા અને નિર્દેશક કરણ જોહર આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના અને માઇ નેમ ઇઝ ખાન જેવી ફિલ્મોનું નિર્દેશન કરી ચૂકેલા કરણ જોહરે પોતાના જીવનમાં ઘણી સફળતાઓ મેળવી છે. હવે તે બે સરસ પ્રેમાળ બાળકોના પિતા છે પણ તેમણે લગ્ન કર્યા નથી. જેના પાછળનું કારણ છે અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના.
ટ્વિંકલ ખન્નાના પુસ્તક 'મિસેઝ ફની બોન્સ'ના લૉન્ચ દરમિયાન કરણ જોહરે જણાવ્યું કે તેમને અત્યાર સુધી માત્ર એક જ છોકરી સાથે પ્રેમ થયો, તે છે ટ્વિન્કલ ખન્ના. આ વાત તે સમયની છે જ્યારે કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના સાથે બોર્ડિંગ સ્કૂલમાં ભણતા હતા.
ADVERTISEMENT
કરણની વાત પર ટ્વિંકલે કહ્યું હતું કે, "કરણે મારી સામે તેનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તે સમયે મારી સામાન્ય મૂંછ હતી. કરણ આ જોઇને મને કહેતો કે મને તારી મૂંછ ખૂબ જ ગમે છે." ઇવેન્ટમાં હાજર કરણે શરમાઇ ગયા અને તેમણે મજાકમાં ટ્વિંકલને કહ્યું કે હું તને થપ્પડ મારીશ...
કરણે પોતાની ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'માં ટ્વિંકલ ખન્નાને રોલ ઑફર કર્યો હતો પણ તેણે આ રોલ કરવાની ના પાડી દીધી. કરણ તેની પાસેથી રાની મુખર્જીએ જે પાત્ર ભજવ્યું તે કરાવવા માગતા હતા. કહેવામાં તો એ પણ આવે છે કે રાની મુખર્જીના પાત્રનું નામ ટીના પણ કરણે ટ્વિંકલના નામે રાખ્યું હતું.
નોંધનીય છે કે કરણ જોહર અને ટ્વિંકલ ખન્ના ખૂબ જ સારા મિત્રો છે. બન્નેની સ્ટડી એક જ સ્કૂલમાંથી થઈ છે. કરણે જ્યાં પોતાનું કરિઅર ફિલ્મ મેકિંગમાં બનાવ્યું, ટ્વિંકલ ખન્નાએ એક્ટિંગની દુનિયાની પસંદગી કરી.

