સુશાંતની યાદમાં ગરીબોને જમાડશે અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા
સુશાંત સિંહ રાજપૂતને યાદ કરતાં તેના માનમાં ફિલ્મમેકર અભિષેક કપૂર અને તેની વાઇફ પ્રજ્ઞા કપૂર લગભગ ૩૪૦૦ ગરીબ પરિવારોને ભોજન કરાવશે. તેઓ પોતાની સંસ્થા એક સાથના માધ્યમથી આ કામ કરવાનાં છે. અભિષેક કપૂરે ‘કાઇપો છે’ અને ‘કેદારનાથ’માં સુશાંત સાથે કામ કર્યું હતું. સુશાંતે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતથી તો સૌકોઈ દુઃખી છે. સુશાંતની યાદમાં ગરીબોને જમાડવા વિશે પ્રજ્ઞા કપૂરે કહ્યું હતું કે ‘આ રીતે અમે તેને અને તેની કળાને સન્માન આપવા માગીએ છીએ. તેણે જે પણ કામ કર્યું છે અને મેળવ્યું છે, તે જેની પણ સાથે ઊભો રહ્યો એને સેલિબ્રેટ કરવા માગીએ છીએ. એક ફ્રેન્ડ તરીકે તેણે અમને ઘણું અનુકરણ કરવા આપ્યું છે.’
View this post on Instagram
ADVERTISEMENT


