કેટલાક ફિલ્મી સિતારા વીકએન્ડ પર આઉટિંગ કરતાં હોય છે તો કેટલાક પરિવાર સાથે સમય પસાર કરે છે. તો કેટલાક સિતારા સ્પોર્ટ્સમાં રસ લેતા હોય છે અને જુદી જુદી રમતો રમતાં હોય છે. તાજેતરમાં જ એકવાર રણબીર કપૂર, અભિષેક બચ્ચન અને અર્જુન કપૂર અને ઇશાન ખટ્ટર મુંબઇમાં ફુટબૉલ રમતાં જોવા મળ્યા. રમત દરમિયાન વરસાદ પડી રહ્યો હતો પણ બધાં જ રમત એન્જૉય કરતાં હતા.
27 July, 2019 04:05 IST