Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમિતાભ બચ્ચનનાં સન્ડે દર્શનમાં અફરાતફરી

અમિતાભ બચ્ચનનાં સન્ડે દર્શનમાં અફરાતફરી

Published : 25 May, 2026 07:11 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘરની બહાર ફૅન્સની ધક્કામુક્કીમાં એક ચાહક બેભાન થઈ ગયો એને પગલે ધમાલ થઈ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


અમિતાભ બચ્ચન વર્ષોથી દર રવિવારે મુંબઈ સ્થિત પોતાના નિવાસ ‘જલસા’ની બહાર ચાહકોને મળવાની પરંપરા નિભાવી રહ્યા છે. તેમના આ ખાસ ‘સન્ડે દર્શન’ માટે દર અઠવાડિયે મોટી સંખ્યામાં ચાહકો ઊમટી પડે છે. જોકે ગઈ કાલે ભીડ દરમ્યાન એક ચાહક બેભાન થઈ જતાં સમસ્યા સર્જાઈ ગઈ હતી. ગઈ કાલે અમિતાભને જોવા આવેલી ભીડ બેકાબૂ થઈ ગઈ હતી અને આ ભીડની ધક્કામુક્કીમાં એક ચાહક બેભાન થઈને નીચે પડી ગયો હતો. ત્યાર બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને પાણી આપીને પરિસ્થિતિ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો.  આ ઘટનાએ ચાહકોમાં ચિંતા વધારી છે. ઘણા લોકોએ ભીડનિયંત્રણ અને સુરક્ષાવ્યવસ્થાને લઈને સવાલો ઉઠાવ્યા છે. 


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK