RIP Manoj Kumar: બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અને પ્રોડ્યુસર મનોજ કુમાર, જેમને ફિલ્મોમાં અભિનય અને દેશભક્તિના રોલ કરવા માટે `ભારત કુમાર` તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું હતું. નિધન બાદ, આજે શનિવારે વિલે પાર્લેના વાન હંસ સ્મશાનગૃહમાં રાજ્ય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવને ત્રિરંગા સાથે સંપૂર્ણ રીતે રાજકીય સન્માન આપવામાં આવ્યું. (તસવીરોઃ અનુરાગ આહિરે, યોગેન શાહ)
06 April, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent