Lockdown Birthdays Bollywood: સલમાન ખાને ભાણીયા આહિલનો જન્મદિવસ ઉજવ્યો
ભાણીયા આહિલની પાર્ટીમાં સલમાન
સલમાન ખાનનો ભાણીયો આહિલ સોમવારે ચાર વર્ષનો થયો.તેના પ્રોડ્યુસર મામા અતુલ અગ્નિહોત્રી જે અલવિરા ખાનનાં પતિ છે તેમણે ઇન્સ્ટાગ્રામ પર આહિલનાં જન્મદિવસની આ તસવીરો શેર કરી ચાહકોને પણ આ પાર્ટીની ઝલક આપી હતી.
View this post on Instagram
ADVERTISEMENT
ક્વોરેન્ટિન સમયમાં અને લૉકડાઉનમાં સલમાન અને તેનો પરિવાર એકબીજા સાથે તેમના પનવેલનાં ઘરમાં સમય વિતાવી રહ્યા હોય તેમ લાગે છે. અર્પિતાએ પણ સલમાન અને આહિલ વૃક્ષોની આસપાસ ફળો શોધતાં ધમાલ કરી રહ્યા હોય તેવો વીડિયો શેર કર્યો હતો.વીડિયોમાં આહિલ પોતાની પાસે કેટલાં ફળો છે તે દર્શાવે છે અને સામે સલમાન તેના ખિસ્સામાં ફળ છે તેવો ઇશારો કરે છે. વળી એક બીજા વીડિયોમાં સલમાન તેની ભાણીને રમાડી રહ્યો છે તેવું પણ અર્પિતાએ વી લવ યુ મામુનાં કેપ્શન સાથે શેર કર્યું છે.
સલમાન ખાને ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા દાડિયા કામદારોને આર્થિક મદદ કરવા માટે ૨૫૦૦૦ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયન સિનેમા એમ્પ્લોઇઝનાં પ્રેસિડન્ટ બી એન તિવારીએ સલમાને પોતાના બિઇંગ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આ દાનની જાહેરાત કરી હોવાની વાતને પુષ્ટિ આપી હતી.

