Farah Khanનું ટ્વિટર અકાઉન્ટ થયું હૅક, ફૅન્સને આપી આ ચેતવણી
ફારાહ ખાન. તસવીર સૌજન્ય - જાગરણ
બૉલીવુડની પ્રખ્યાત કોરિયોગ્રાફર અને નિર્દેશક ફારાહ ખાનનું ટ્વિટર અકાઉન્ટ હૅક થઈ ગયું છે. ફારાહ ખાને આ જાણકારી ઈન્સ્ટાગ્રામ દ્વારા આપી છે અને પોતાના ફૉલોઅર્સને ચેતવણી આપી છે કે કોઈપણ વસ્તુ પર ક્લિક ન કરો. ઈન્સ્ટાગ્રામને તેના પતિ શિરીષ કુંદરે સુધાર્યું હતું.
View this post on Instagram
ADVERTISEMENT
ફારાહ ખાને સોમવારે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે, જેમાં એમણે કહ્યું કે - કાલ સાંજથી મારું ટ્વિટર અકાઉન્ટ હૅક થઈ ગયું છે. મહેરબાની કરીને તેના તરફથી આવતા મેસેજ પર ક્લિક કરશો નહીં અને જવાબ આપશો નહીં. એનાથી તમારું અકાઉન્ટ પણ હૅક થઈ શકે છે. આ સાથે ફારાહ ખાને જણાવ્યું કે તે સાચું છે કે તેમનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ હૅક થઈ ગયું હતું અને આના દ્વારા ડાયરેક્ટ મેસેજ પણ મોકલવામાં આવ્યા હશે. કૃપા કરીને સાવધ રહો. મેં કમ્પ્યૂટર એન્જિનિયર શિરીષ કુંદરની મદદથી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી ફરીથી મેળવી લીધું છે. આશા છે કે, ટૂંક સમયમાં એ પણ સારું થઈ જશે.
આ અગાઉ એક્ટ્રેસથી નેતા બનેલી ઉર્મિલા માતોંડકરનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ હૅક કરવામાં આવ્યું હતું. એક્ટ્રેસે પોતાના ટ્વિટર દ્વારા એની જાણકારી આપતા લખ્યુંવ હતું- મારું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થઈ ગયું છે. ઈન્સ્ટાગ્રામ...પહેલા તેઓ તેમને ડાયરેક્ટર મેસેજ મોકલે છે અને સ્ટેપ્સને ફૉલો કરવા માટે કહે છે, જેથી તમારું અકાઉન્ટ વેરિફાઈડ થઈ જાય અને પછી અકાઉન્ટ હૅક થઈ જાય છે... ખરેખર???
ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયા પછી ઉર્મિલાની બધી પોસ્ટ ડિલીટ થઈ ગઈ હતી. ઉર્મિલાએ એની ફરિયાદ મુંબઈ પોલીસના સાઈબર સેલમાં નોંધાવી હતી. 15 ડિસેમ્બરે સુષ્મિતા સેનની દીકરી રિનીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થવાની જાણકારી આપવામાં હતી. સુષ્મિતાએ રિનીના અકાઉન્ટનો સ્ક્રીન શૉટ પોસ્ટ કરીને લખ્યું હતું- કૃપા કરીને ધ્યાન આપો. મારી દીકરી રિનીનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કોઈ મૂર્ખ વ્યક્તિએ હૅક કરી લીધું છે. જેને એ ખબર નથી કે રિની એક નવું શરૂ કરવામાં ખુશ છે. હું આ વ્યક્તિ માટે દુ:ખ અનુભવું છું. હું તમને જાણ કરતી રહીશ.

