Babil Khan: બાબિલ ખાનના પોસ્ટથી ફેન્સ ચિંતામાં, જોક યુવા અભિનેતાએ બાદમાં ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ડિલીટ કરી છે
બાબિલ ખાન (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
દિવંગત અભિનેતા ઈરફાન ખાન (Irrfan Khan) ને આ દુનિયા છોડીને ચાર વર્ષ થઈ ગયા છે, પરંતુ તેમના ચાહકો હજુ પણ તેમને યાદ કરે છે. ઘણીવાર તેનો પુત્ર એક્ટર બાબિલ ખાન (Babil Khan) પણ સોશ્યલ મીડિયા (Social Media) પર તેમની સાથે જોડાયેલી પોસ્ટ શૅર કરે છે. ઈરફાન ખાન, દિવંગત અભિનેતાની ચોથી પુણ્યતિથિ (Irrfan Khan Death Anniversary) પહેલા દીકરા બાબિલ ખાને (Babil Khan Post On Irrfan Khan) આવી પોસ્ટ કરી હતી, જેને જોઈને તેના ફેન્સ ચિંતામાં પડી ગયા હતા. જોકે, આ પોસ્ટ કર્યાના થોડા સમય બાદ તેણે આ પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી.
બાબિલ ખાને ૨૪ એપ્રિલે સવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઇન્સ્ટાગ્રામ (Instagram) ની સ્ટોરી પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, ક્યારેક મને બધું છોડીને બાબા પાસે જવાનું મન થાય છે. જોકે, આ પોસ્ટ કર્યાની થોડી જ મિનિટોમાં બાબિલ ખાને તે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી. હવે તેની આ પોસ્ટ ઘણા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ છે.
ADVERTISEMENT
બાબિલ ખાનની આ પોસ્ટ જોયા બાદ તેના ફેન્સ ચિંતિત છે અને સોશ્યલ મીડિયા પર તેને સવાલ કરી રહ્યા છે. કમેન્ટ કરતી વખતે, એક ચાહકે લખ્યું કે કદાચ તે તેના પિતાને મિસ કરી રહ્યો છે. અન્ય યુઝરે લખ્યું કે, શું બાબિલ સાથે બધુ બરાબર છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, તેણે ખૂબ જ જલ્દી તેના પિતાને ગુમાવ્યા છે.
અહીં જુઓ બાબિલ ખાનની વાયરલ પોસ્ટઃ
Is everything okay with Babil?
byu/NobodyFrosty4727 inBollyBlindsNGossip
આ પોસ્ટ પછી ઈન્ટરનેટ યુઝર્સ એ જાણવાની કોશિશ કરવા લાગ્યા કે બાબિલ ખાન ઠીક છે કે નહીં. તેના અનુયાયીઓ અને પરિચિતોએ સોશ્યલ મીડિયા પર પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું. બધા વિચારી રહ્યા હતા કે શું બાબિલ ડિપ્રેશનમાં જઈ રહ્યો છે. હાલમાં, બાબિલની પોસ્ટનો સ્ક્રીનશોટ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર વાયરલ થઈ રહ્યો છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, બાબિલ ખાને આ પોસ્ટ ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યાના માત્ર ૧૫ મિનિટમાં જ ડિલીટ કરી દીધી હતી.
બાબિલ ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે ભોપાલ ગેસ દુર્ઘટના પર આધારિત વૅબ સિરીઝ `ધ રેલ્વે મેન` (The Railway Man) માં કેકે મેનન (KK Menon), આર માધવન (R Madhavan) અને દિવ્યેન્દુ શર્મા (Divyendu Sharma) સાથે જોવા મળ્યો હતો. હવે બાબિલ ખાન ટૂંક સમયમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે શૂજીત સરકાર (Shoojit Sircar) ની ફિલ્મ `ધ ઉમેશ ક્રોનિકલ્સ` (The Umesh Chronicles) માં જોવા મળશે.

