Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદમાં યોજાયેલા સન્ડે ઑન સાઇકલ અભિયાનમાં જોડાયો આયુષમાન ખુરાના

અમદાવાદમાં યોજાયેલા સન્ડે ઑન સાઇકલ અભિયાનમાં જોડાયો આયુષમાન ખુરાના

Published : 25 May, 2026 08:20 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આયુષમાન ખુરાના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના ‘સન્ડે ઑન સાઇકલ’ અભિયાનની ૭૫મી એડિશનમાં સામેલ થયો હતો.

અમદાવાદમાં યોજાયેલા સન્ડે ઑન સાઇકલ અભિયાનમાં જોડાયો આયુષમાન ખુરાના

અમદાવાદમાં યોજાયેલા સન્ડે ઑન સાઇકલ અભિયાનમાં જોડાયો આયુષમાન ખુરાના


આયુષમાન ખુરાના ‘ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ’ના ‘સન્ડે ઑન સાઇકલ’ અભિયાનની ૭૫મી એડિશનમાં સામેલ થયો હતો. આ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રમંડળ રમત દિવસના અવસરે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે થયું હતું અને એમાં પાંચ હજારથી વધુ સાઇક્લિસ્ટો સાથે ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં આયુષમાન ખુરાનાની સાથે કેન્દ્રીય રમતગમત પ્રધાન ડૉ. મનસુખ માંડવિયા અને ગુજરાતના ઉપ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ‘ફિટ ઇન્ડિયા આઇકન’ તરીકે આયુષમાને સાઇક્લિંગને એક શ્રેષ્ઠ મનોરંજક વ્યાયામ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે એ ફિટ ઇન્ડિયા માટે અત્યંત જરૂરી છે. આ સિવાય આયુષમાને અમદાવાદમાં યોજાનારી ૨૦૩૦ની રાષ્ટ્રમંડળ રમતો અને ભારત દ્વારા ઑલિમ્પિક્સની યજમાની કરવાની સંભાવનાઓ અંગે પણ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 08:20 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK