Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અર્શદીપ સિંહે લાગલાગટ ત્રીજી સીઝનમાં ૫૦૦+ રન આપી દીધા

અર્શદીપ સિંહે લાગલાગટ ત્રીજી સીઝનમાં ૫૦૦+ રન આપી દીધા

Published : 25 May, 2026 09:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL 2026માં પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સાથી-ક્રિકેટર્સની મજાક ઉડાડવા બદલ, ગર્લફ્રેન્ડની બૅગ ઉઠાવીને ટ્રાવેલ કરવા સહિત ખરાબ ફીલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યો છે.

 અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહ


IPL 2026માં પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સાથી-ક્રિકેટર્સની મજાક ઉડાડવા બદલ, ગર્લફ્રેન્ડની બૅગ ઉઠાવીને ટ્રાવેલ કરવા સહિત ખરાબ ફીલ્ડિંગને કારણે ચર્ચામાં રહ્યો છે. શનિવારે લખનઉ સામે વિકેટલેસ રહીને બાવન રન આપનાર અર્શદીપ સિંહ પંજાબ તરફથી ટુર્નામેન્ટમાં સૌથી વધુ ૭ મૅચમાં ૫૦+ રન આપનાર ખેલાડી બન્યો છે.

૨૭ વર્ષના અર્શદીપ સિંહે સૌથી વધુ ત્રણ IPL સીઝનમાં ૫૦૦+ રન આપવાનો અનિચ્છનીય રેકૉર્ડ પણ કર્યો છે. ૨૦૨૩ બાદ તેણે સતત ત્રીજી સીઝનમાં ૫૦૦થી વધુ રન આપ્યા છે. ૨૦૨૪ની ૧૪ મૅચમાં તેણે ૫૦૫ રન આપીને ૧૯ વિકેટ, ૨૦૨૫માં ૧૭ મૅચમાં ૫૧૮ રન આપીને ૨૧ વિકેટ અને ૨૦૨૬ની ૧૪ મૅચમાં ૫૪૧ રન આપીને તેણે ૧૪ વિકેટ લીધી હતી. અગાઉ યુઝવેન્દ્ર ચહલ, રાશિદ ખાન અને મોહમ્મદ સિરાજ બે-બે સીઝનમાં ૫૦૦ પ્લસ રન આપી ચૂક્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 May, 2026 09:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK