શાહરુખનાં સંતાનો તેમના મામાનાં બાળકો સાથે સેલિબ્રેશન કરતાં જોવાં મળ્યાં
આર્યન ખાન અને સુહાના ખાન હાલમાં તેમનાં કઝિન અર્જુન અને આલિયા સાથે ધમાકેદાર પાર્ટીની મજા માણતાં જોવા મળ્યાં હતાં
શાહરુખ ખાન અને ગૌરી ખાનનાં સંતાનો આર્યન ખાન અને સુહાના ખાન હાલમાં તેમનાં કઝિન અર્જુન અને આલિયા સાથે ધમાકેદાર પાર્ટીની મજા માણતાં જોવા મળ્યાં હતાં અને એની તસવીરો સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં શૅર કરી છે. અર્જુન અને આલિયા ગૌરી ખાનના ભાઈ વિક્રાન્ત છિબ્બરનાં સંતાનો છે. અર્જુન અને આલિયા ઘણી વખત આર્યન અને સુહાના સાથે વેકેશન ગાળતાં જોવા મળે છે.
સંતાનો અને ભાઈનાં સંતાનોના આ સેલિબ્રેશનની તસવીર ગૌરી ખાને પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટમાં શૅર કરી છે અને આ સેલ્ફી સાથે રેડ હાર્ટ પોસ્ટ કર્યું છે. આ સેલ્ફીમાં તેના ચહેરા પર આનંદની લાગણી સ્પષ્ટ નજરે ચડે છે. આ તસવીરમાં સુહાના અને આર્યને બ્લૅક રંગના આઉટફિટમાં ટ્વિનિંગ કર્યું છે.

