આ જ વર્ષની શરૂઆતમાં જ્યારે ઇમૅન્યુએલ મૅક્રૉન ભારત આવ્યા હતા ત્યારે પણ અનિલ કપૂર તેમને મળ્યો હતો. હવે ફરી એક વાર બન્નેની મુલાકાત થઈ છે, પણ આ વખતે પૅરિસમાં મુલાકાત થઈ છે.
અનિલ કપૂર અને ઇમૅન્યુએલ મૅક્રૉન
અનિલ કપૂરે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરીને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉનનો આભાર માન્યો છે. તાજેતરમાં બન્નેની પૅરિસમાં મુલાકાત થઈ હતી. અનિલ કપૂરે કહ્યું કે આ મુલાકાત દરમ્યાન તેને પૅરિસમાં બિલકુલ પોતાના ઘર જેવો અનુભવ થયો હતો. અનિલ કપૂરે આ ખાસ આતિથ્ય-સત્કાર બદલ ઇમૅન્યુએલ મૅક્રૉનનો આભાર પણ માન્યો છે.
આ જ વર્ષની શરૂઆતમાં જ્યારે ઇમૅન્યુએલ મૅક્રૉન ભારત આવ્યા હતા ત્યારે પણ અનિલ કપૂર તેમને મળ્યો હતો. હવે ફરી એક વાર બન્નેની મુલાકાત થઈ છે, પણ આ વખતે પૅરિસમાં મુલાકાત થઈ છે.
ADVERTISEMENT
અનિલ કપૂરે સોશ્યલ મીડિયામાં આ મુલાકાતની તસવીરો શૅર કરીને લખ્યું હતું કે ‘જ્યારે હું પહેલી વાર ભારતમાં રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉનને મળ્યો હતો ત્યારે અમારી વાતચીત એટલી સહજ હતી કે જાણે અમે એકબીજાને વર્ષોથી ઓળખતા હોઈએ એવું લાગ્યું હતું. પૅરિસમાં તેમને ફરી મળીને એ જ આત્મીયતાનો અનુભવ થયો. અમે કળા, સંસ્કૃતિ, સિનેમા, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઊર્જા અને સ્થાપત્ય વિશે ચર્ચા કરી હતી. તેમની ઑફિસમાં નેપોલિયનના સમયની કેટલીક અદ્ભુત કલાકૃતિઓ પણ જોઈ હતી. ઇતિહાસના બોધપાઠથી લઈને અમારાં બાળકો અને આવનારી પેઢીઓનાં ભવિષ્ય સુધીની અમારી આ વાતચીત ખરેખર ખૂબ અર્થપૂર્ણ રહી હતી.’
