Angad Bedi Birthday : પતિ અંગદ બેદીના બર્થ-ડેનું મિડ-નાઇટ સેલિબ્રેશન કર્યું નેહા ધુપિયાએ
અંગદ બેદી અને નેહા ધુપિયા (તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ)
અભિનેતા અંગદ બેદી (Angad Bedi) આજે જીવનના વધુ એક નવા વર્ષમાં પ્રવેશી રહ્યો છે. આજે એટલે કે ૬ ફેબ્રુઆરીના રોજ અંગદ બેદી જન્મદિવસ (Angad Bedi Birthday) ઉજવી રહ્યો છે. ત્યારે અંગદ બેદીની પત્ની અને અભિનેત્રી નેહા ધુપિયા (Neha Dhupia) બહુ જ એક્સાઇટેડ છે. નેહાએ પતિના બર્થ-ડેનું મિડનાઇટ સેલિબ્રેશન કર્યું હતું અને તેનો વીડિયો પણ અભિનેત્રીએ સોશ્યલ મીડિયા (Social Media) પર શૅર કર્યો છે. એટલું જ નહીં, પતિ પર પ્રેમ વરસાવતી અને પપ્પીઓ ભરતી કેટલીક તસવીરો શૅર કરીને ખાસ અંદાજમાં નેહા ધુપિયાએ અંગદ બેદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે.
નેહા ધુપિયાએ મધ્યરાત્રિએ અંગદ બેદીને બર્થ-ડેની શુભેચ્છા પાઠવતો વીડિયો પોસ્ટ કર્યો છે. નેહા દ્વારા રેકોર્ડ કરાયેલા વીડિયોમાં તે હેપ્પી બર્થ ડે સાઈન સાથે અંગદની નજીક જતી અને બર્થડે ગીત ગાતી જોવા મળે છે. જો કે, આ ગીત સાંભળ્યા પછી પણ અંગદ જાગ્યો નથી અને તે પુત્રી મેહર સાથે બાજુમાં શાંતિથી સુતો જોવા મળે છે. આ વીડિયો શૅર કરવાની સાથે નેહા ધુપિયાએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘ધ મેન્ડેટરી મિડનાઇટ વિશ… આઇ લવ યુ સો મચ ધેટ આઇ ડિડન્ટ વૅક અપ!!!! હેપી બર્થ-ડે માય લવ, માય લાઇફ, માય વર્લ્ડ. ઓલસો, અવર મેહરુનિસા ઇસ.’
ADVERTISEMENT
View this post on Instagram
અભિનેત્રીના આ સોશ્યલ મીડિયા પોસ્ટ પર અનેક સેલેબ્ઝે અંગદ બેદીને બર્થ-ડે વિશ કર્યું છે.
આજે અંગદ બેદીના જન્મદિવસે પત્ની નેહા ધૂપિયા તેના પર પ્રેમની અને સાથે જ સોશ્યલ મીડિયા પોસ્ટની જાણે વર્ષા કરી રહી હોય તેવું લાગે છે. સવારે તેને અન્ય એક પોસ્ટ મુકી જેમાં તે અંગદ બેદીને પપ્પીઓ કરીને પ્રેમ કરી રહી છે.
નેહા ધૂપિયાએ આજે સવારે શૅર કરેલી તસવીરો સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, “હેપી બર્થ-ડે માય સૉલમેટ, માય રુમમેટ એન્ડ માય ‘ચૅક-મેટ’ ??♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️ ♥️♥️♥️♥️♥️ આઇ લવ યુ સો ડેમ મચ!”
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૮માં ૩૫ વર્ષની ઉંમરમાં અંગદ બેદીએ ૩૭ વર્ષની અભિનેત્રી નેહા ધૂપિયા સાથે લગ્ન કર્યા હતા. આજે છ વર્ષ પછી નેહા ૪૩ વર્ષની થઈ રહી છે અને અંગદ ૪૧ વર્ષનો થઈ રહ્યો છે. આ દંપતીને બે બાળકો છે, એક પુત્રી અને એક પુત્ર. દીકરી મહેર ધુપિયા બેદી (Mehr Dhupia Bedi)નો જન્મ કપલના લગ્નના થોડાક મહિનાઓમાં જ થયો હતો. તેમના દીકરાનું નામ ગુરિક સિંહ ધૂપિયા બેદી (Guriq Singh Dhupia Bedi) છે. નોંધનીય છે કે, અંગદ બેદી ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદી (Bishan Singh Bedi)નો પુત્ર છે.

