અમિતાભ બચ્ચન એટલા વ્યસ્ત છે કે બર્થ-ડેના આગલા દિવસે એટલે કે ગઈ કાલે તેઓ સવારના ત્રણ વાગ્યા સુધી એક ઍડ માટે શૂટિંગ કરી રહ્યા હતા.
અમિતાભ બચ્ચને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલો એક ઍડ-શૂટનો ફોટો
અમિતાભ બચ્ચનનો આજે બર્થ-ડે છે. ૧૯૪૨ની ૧૧ ઑક્ટોબરે જન્મેલા બિગ બી ૮૨ વર્ષ પૂરાં કરીને ૮૩મા વર્ષમાં પ્રવેશ્યા છે. આ ઉંમરે પણ અમિતાભ બચ્ચન એટલા વ્યસ્ત છે કે બર્થ-ડેના આગલા દિવસે એટલે કે ગઈ કાલે તેઓ સવારના ત્રણ વાગ્યા સુધી એક ઍડ માટે શૂટિંગ કરી રહ્યા હતા. કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ ચાલી રહ્યું છે એ તો અલગ. અમિતાભ બચ્ચને બર્થ-ડે પર ચાહકોને પોતાની પહેલવહેલી તામિલ ફિલ્મની ગિફ્ટ આપી છે જે ગઈ કાલે રિલીઝ થઈ હતી. ‘વેટ્ટયન’ નામની આ ફિલ્મમાં હીરો રજનીકાંત છે અને ‘હમ’ પછી ૩૩ વર્ષે તેઓ સાથે કામ કરી રહ્યા છે.