અનંત-રાધિકા પ્રી-વેડિંગ ફંક્શનના 3 દિવસે, ઘણા સેલેબ્સ જામનગર ઍરપોર્ટ પર જોવા મળ્યા હતા. કેટલાક સેલિબ્રિટીઓ આજે ફંક્શનમાં હાજરી આપવા માટે આજે જામનગર પહોંચ્યા હતા, જ્યારે અન્ય લોકો ફંકશનના બીજા દિવસે હાજરી આપ્યા બાદ જામનગરથી પ્રસ્થાન કરતા જોવા મળ્યા હતા. સુપરસ્ટાર રજનીકાંત તેમના પરિવાર સાથે આજે ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન પુત્રી શ્વેતા બચ્ચન સાથે જામનગર તરફ જતા જોવા મળ્યા હતા. જામનગરનું ઍરપોર્ટ એક સેલિબ્રિટી હોટસ્પોટ બની ગયું છે અને વિશ્વભરમાંથી સેલિબ્રિટીઓ ગુજરાતના નગરમાં ભવ્ય અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા પહોંચે છે જે ત્રણ દિવસીય પ્રસંગ છે.
03 March, 2024 04:44 IST | Jamnagar