Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જે ખરાબ દેખાય છે એ હંમેશાં ખરાબ નથી હોતું

જે ખરાબ દેખાય છે એ હંમેશાં ખરાબ નથી હોતું

Published : 10 September, 2026 03:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અક્ષય કુમારે ગઈ કાલે જન્મદિવસે શૅર કરી શુક્રવારે રિલીઝ થઈ રહેલી હૈવાનની ખાસ ઝલક

અક્ષય કુમાર

અક્ષય કુમાર


ગઈ કાલે અક્ષય કુમારની ૫૯મી વર્ષગાંઠ હતી. આ દિવસે અક્ષયે પોતાના ફૅન્સ માટે આ શુક્રવારે રિલીઝ થઈ રહેલી તેને નેગેટિવ રોલમાં ચમકાવતી પોતાની આગામી ફિલ્મ ‘હૈવાન’ની ઝલક શૅર કરીને તેમનો આભાર માન્યો છે અને એની સાથે એક મોટું વચન પણ આપ્યું છે. 
પોતાના જન્મદિવસના અવસરે અક્ષય કુમારે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ શૅર કરીને લખ્યું છે કે ‘એક નાની વાત, મારા જન્મદિવસ પર... જે સારું દેખાય છે એ હંમેશાં સારું નથી હોતું અને જે ખરાબ દેખાય છે એ હંમેશાં ખરાબ નથી હોતું. મને ‘હૈવાન’એ કદાચ આ જ વાત શીખવી છે. તમે આટલાં વર્ષોમાં મને જે પ્રેમ આપ્યો છે એના માટે આભાર. આ શુક્રવારે હું તમને મારું એક એવું રૂપ બતાવીશ જે તમે પહેલાં ક્યારેય જોયું નહીં હોય. થિયેટરમાં મળીશું. પ્રેમ અને દુઆઓ સાથે...અક્ષય.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2026 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK