ફિઝિકલ ઍક્ટિવિટિઝને મિસ કરી રહ્યો છે અજય દેવગન
અજય દેવગન
અજય દેવગનનું કહેવું છે કે આજનાં બાળકો આજે ફિઝિકલ ઍક્ટિવિટીઝ નથી કરતાં એને તે ખૂબ જ મિસ કરી રહ્યો છે. રાજકુમાર રાવ અને નુશરત ભરૂચાની ‘છલાંગ’ને તેણે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મની સ્ટોરી પી.ટી. ટીચર મૉન્ટુ એટલે કે રાજકુમાર રાવ અને નીલુ એટલે કે નુશરતની આસપાસ ફરે છે. બાળપણની કોઈ સ્પેશ્યલ યાદ વિશે પૂછતાં અજય દેવગને કહ્યું હતું કે ‘સ્પેશ્યલ છે કે નહીં એ તો ખબર નથી, પરંતુ અમે જ્યારે સ્કૂલે જતાં ત્યારે અમારી પાસે ગૅજેટ્સ નહોતાં. અમારા માટે એન્ટરટેઇનમેન્ટ ફિઝિકલ હતું. આજનાં બાળકો સાથે હું એને મિસ કરું છું, પરંતુ હું બાળકોને સતત આઉટડોર ઍક્ટિવિટી માટે પ્રોત્સિહત કરતો રહું છું. તેઓ પ્લે સ્ટેશન પર રમે એના કરતાં તેમને બહાર રમવા માટે હું તેમને કહું છું, કારણ કે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ફિઝિકલ ઍક્ટિવિટીઝ અમારા એન્ટરટેઇનમેન્ટનો એકમાત્ર સ્રોત્ર હતો. આજે બાળકો પાસે ઘણા ઑપ્શન છે જેથી તેઓ ઘણી બધી વસ્તુઓ કરી શકે છે. અમારી વાત છે ત્યાં સુધી અમે ફુટબૉલ અને ક્રિકેટની સાથે દરેક ફિઝિકલ રમત રમતા હતા. અમને અમારા વાલી ખીજવાતા પણ ઘણા હતા, પરંતુ અમને એમાં પણ મજા આવતી હતી. ફ્રેન્ડ્સ સાથે આમતેમ ભટકતા રહેવું એ અમારા બાળપણનો ખૂબ જ સારો સમય હતો.’

