ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતી આ ઇવેન્ટનું આ પચીસમું વર્ષ છે
ફૅશનની દુનિયામાં આગવી ઓળખ ધરાવતા લૅક્મે ફૅશન વીક (LFW)ની આ વર્ષે સિલ્વર જ્યુબિલી છે અને ૨૬ માર્ચે આ વીકની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. આ વખતે લૅક્મે ફૅશન વીકનું આયોજન ફૅશન ડિઝાઇન કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (FDCI) સાથે પાર્ટનરશિપમાં કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની શરૂઆતમાં ડિઝાઇનર અનામિકા ખન્નાએ તેનું ‘સિલ્વર કૉલર’ કલેક્શન લૉન્ચ કર્યું હતું. આ શોમાં ઍક્ટ્રેસ અનન્યા પાંડે શો-સ્ટૉપર તરીકે જોવા મળી હતી. આ શોમાં અનન્યાનો લુક બહુ જ સુંદર રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો અને તે ગજબની ખૂબસૂરત લાગી રહી હતી.
અનામિકા ખન્નાનું આ કલેક્શન અત્યારની મૉડર્ન, બોલ્ડ, ઇન્ડિપેન્ડન્ટ અને પોતાની જાતને કોઈ પણ જાતના ડર વગર અભિવ્યક્ત કરી શકતી આધુનિકાને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે.
29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Correspondent