બૉલિવુડ અભિનેતા રાજકુમાર રાવ અને જાહ્ન્વી કપૂરે મુંબઈમાં 25 મેના રોજ એએનઆઇ સાથેના વિશેષ ઈન્ટરવ્યુમાં તેમની આગામી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ વિશે વાત કરી હતી. આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મને શરણ શર્માએ ડિરેક્ટ કરી છે, જેમણે ‘ગુંજન સક્સેના: દ કારગિલ ગર્લ’ને પણ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મ એક કપલના જીવનમાં આવતા ઉતાર-ચઢાવ પર આધારિત છે, જેમાં આ કપલની હૉબી ક્રિકેટ છે. આ ફિલ્મ 31 મેના રોજ થિયેટર્સમાં રિલીઝ થવાની છે. ફિલ્મ વિશે વાત કરતાં જાહ્ન્વીએ કહ્યું, “આ માત્ર ક્રિકેટની વાર્તા નથી, આ એક પરિવારની સ્ટોરી છે, પિતા અને દીકરાની કહાની છે અને તેમના સપનાની વાર્તા છે.” બંને અભિનેતાઓ ફિલ્મની રિલીઝને લઈને આત્મવિશ્વાસથી ભરપૂર છે. તેમ જ તેમણે 2021માં તેમની છેલ્લી ફિલ્મ ‘રૂહી’ બાદ એકબીજા સાથે ફરી કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો હતો.
27 May, 2024 04:42 IST | Mumbai