ઓછી ઇન્કમ સાથે પણ તમે સર્વાઇવ થઈ શકો અને આર્ટ ફીલ્ડની મોટામાં મોટી જો કોઈ ડિમાન્ડ હોય તો એ કે તમે સર્વાઇવ થાઓ અને આ સર્વાઇવલમાં તમને એજ્યુકેશન બહુ બેનિફિટ કરી જાય છે.
રૌનક કામદારની તસવીર
પહેલાં તો મને પણ એમ જ હતું કે આપણને જેનું પૅશન હોય એને જ ફૉલો કરવું જોઈએ, પણ આજે જ્યારે પૅશન અને એજ્યુકેશન બન્ને લઈ લીધાં છે ત્યારે મને થાય છે કે થૅન્ક્સ ટુ ફૅમિલી કે મેં તેમની વાતને સિરિયસલી માની અને મારા પૅશનની સાથે મેં એજ્યુકેશન પર પણ ધ્યાન આપ્યું. મારે આ જ વાત એ બધાને પણ કહેવી છે જે પૅશનને જ ઇમ્પોર્ટન્સ આપે છે અને એજ્યુકેશનને સાઇડ પર મૂકી દે છે. એજ્યુકેશન પણ બહુ જરૂરી છે. ધારો કે તમારા પૅશનને ફૉલો કરવા જતાં તમને લક સપોર્ટ ન કરે તો સ્ટ્રગલના દિવસોને ઈઝીલી પાર કરવા માટે તમને તમારું એજ્યુકેશન હેલ્પફુલ થાય છે. મારી સાથે પણ એવું થયું છે.
મને નાટક અને ફિલ્મોનો બહુ શોખ. હું નાટકો ડિરેક્ટ પણ કરું અને એમાં ઍક્ટિંગ પણ કરું. એ સમયે ગુજરાતી ફિલ્મો આજના લેવલ સુધી પહોંચી નહોતી. રાઇટ, ન્યુ-જેન ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ ગઈ હતી, પણ એમ છતાં વર્ષે બેચાર ફિલ્મો જ બનતી. મને થતું કે હું નાટકો પર ધ્યાન આપું અને એ ફીલ્ડમાં જ આગળ વધું; પણ થૅન્ક્સ ટુ માય ફૅમિલી જેણે મને સમજાવ્યો કે તારે જે કરવું હોય એ કરજે, તને બધી છૂટ છે, પણ એ બધાની સાથે તારે પ્રૉપર એજ્યુકેશન પૂરું કરવાનું રહેશે. મારા ફાધર આર્કિટેક્ટ, બ્રધર પણ એ જ ફીલ્ડમાં. અમદાવાદમાં અમારી પોતાની આર્કિટેક્ચર ફર્મ પણ છે. ભણવામાં હું સ્કૉલર એટલે મેં પણ નક્કી કર્યું કે આર્કિટેક્ટ બનવું અને ભણવા પર ફોકસ આપી હું આર્કિટેક્ટ બન્યો, પણ મારા મનમાં ક્લિયર હતું કે કામ તો ઍક્ટિંગ ફીલ્ડમાં જ કરવું છે. મારી ફિલ્મ ‘નાડીદોષ’ આવી એ પહેલાં મને ફિલ્મોમાં નાના-મોટા રોલ મળતા અને નાટકોમાં હું કામ કરતો, પણ એ કંઈ એવું મોટું કામ નહોતું જેનાથી તમને મોટી ઇન્કમ થાય
ADVERTISEMENT
કે તમે ઘરની જવાબદારી સંભાળી શકો. અરે સ્ટ્રગલ કરતા હો એ સમયે ઘર તો શું, પર્સનલ એક્સપેન્સ પણ ન નીકળે એવી આવક હોય.
મારું એજ્યુકેશન પૂરું કરીને હું પપ્પાની ફર્મમાં લાગી ગયો અને ફ્રી ટાઇમમાં ઍક્ટિંગ પર ફોકસ કરતો. એ સમયે નાટક માટે કે પછી ઑડિશન માટે ક્યાંક જાઉં ત્યારે મને રિયલાઇઝ થવાનું શરૂ થયું કે ફૉર્મલ એજ્યુકેશન કેટલું મહત્ત્વનું છે અને એ તમને કેટલું હેલ્પફુલ પણ બનતું હોય છે. જો તમે એજ્યુકેશનલી ક્વૉલિફાઇડ હો તો સ્ટ્રગલ વખતે તમારે કામથી લઈને રોજબરોજના એક્સપેન્સમાં પણ સ્ટ્રગલ નથી કરવી પડતી. ઓછી ઇન્કમ સાથે પણ તમે સર્વાઇવ થઈ શકો અને આર્ટ ફીલ્ડની મોટામાં મોટી જો કોઈ ડિમાન્ડ હોય તો એ કે તમે સર્વાઇવ થાઓ અને આ સર્વાઇવલમાં તમને એજ્યુકેશન બહુ બેનિફિટ કરી જાય છે. આ મારો પર્સનલ એક્સ્પીરિયન્સ છે અને એટલે જ કહું છું કે પૅશનને ફૉલો કરજો પણ સાથોસાથ એજ્યુકેશનને પણ ઇમ્પોર્ટન્ટ ગણજો.
અહેવાલ: રૌનક કામદાર

