જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી?
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે રોનક કામદાર. રોનક કામદારે ચબૂતરો, નાડીદોષ, લકીરો, 21મું ટિફિન, ઑર્ડર ઑર્ડર, ફેમિલી સરકસ, બાપ રે જેવી અનેક ફિલ્મો અને વેબસિરીઝમાં કામ કર્યું છે. ટૂંક સમયમાં જ તેઓ કસૂંબો ફિલ્મમાં પણ જોવા મળશે.
26 October, 2023 01:46 IST | Mumbai | Shilpa Bhanushali