પજવણીના ત્રાસથી થતા પુરુષોના આપઘાત રોકવા હોય કે દહેજના દબાણમાં થતી મહિલાઓની હત્યા અટકાવવી હોય તો જરૂરી છે કે...
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અતુલ સુભાષના કમનસીબ આપઘાત અને એ માટે તેણે વર્ણવેલી પીડા પછી આજકાલ સોશ્યલ મીડિયા પર ‘મૅન વર્સસ વુમન’નો માહોલ બન્યો છે. દરેક પુરુષ બિચારો નથી અને દરેક સ્ત્રી ગુનેગાર નથી એ વાસ્તવિકતાને કચડી નાખવામાં આવે એ પહેલાં સમજવું જોઈશે કે અહીં મુદ્દો સ્ત્રી કે પુરુષનો નહીં પણ કાયદાના દુરુપયોગ સાથે થઈ રહેલી કાર્યવાહીનો છે. ખોડ કાનૂનમાં નહીં પણ એનામાં રહેલી મર્યાદાનો પોતાના હિતમાં ઉપયોગ કરતા લોકો અને એમાં તેમને મદદ કરતી વ્યવસ્થાનો છે. આ મુદ્દાને વધુ વેધક રીતે સમજવા માટે કેટલાક કિસ્સાઓ અને આંકડાઓ પર પણ નજર કરીએ