ઇશ્યુઅર બૅન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ ઍક્વાયરર્સને ૩૦ ટકા, UPI ઍપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ૧૦ ટકા મળશે
પ્રતીકાત્મક તસવીર
ઇશ્યુઅર બૅન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ ઍક્વાયરર્સને ૩૦ ટકા, UPI ઍપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ૧૦ ટકા મળશે : ટેલિકૉમ, રેલવે, ફ્યુઅલ, વીમા જેવી સર્વિસ માટે પ્રતિ ટ્રાન્ઝૅક્શન
પાંચ રૂપિયાનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લેવાશે; મૂડીબજારના વ્યવહારો પર ૦.૦૨ ટકા લાગશે
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) પર ૦.૪ ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાથી કોને કેટલો હિસ્સો મળશે એની ફૉર્મ્યુલા આવી ગઈ છે. નૅશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)એ ફીની વહેંચણી કેવી રીતે થશે એની વિગતો આપી છે. આ આવકમાંથી ઇશ્યુઅર બૅન્કોને ૪૦ ટકા, મર્ચન્ટ ઍક્વાયરર્સને ૩૦ ટકા, UPI ઍપ્સને ૨૦ ટકા અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સને ૧૦ ટકા રકમ મળશે. આ ફૉર્મ્યુલા મુજબ UPI પેમેન્ટ્સ સ્વીકારવાનો ખર્ચ ગ્રાહકોને બદલે વેપારીઓએ ભોગવવાનો રહેશે.
ADVERTISEMENT
ઉદાહરણ તરીકે ૧૦,૦૦૦ રૂપિયાના UPI વ્યવહાર પર ૦.૪ ટકા MDRની રકમ ૪૦ રૂપિયા થશે. આમાં કાર્ડ કે ઍપ જારી કરનાર બૅન્કને ૧૬ રૂપિયા અને પેમેન્ટ સ્વીકારનાર (ઍક્વાયરિંગ) બૅન્કને ૧૨ રૂપિયા મળશે. UPI ઍપ્સને ૮ રૂપિયા અને બાકીના ૪ રૂપિયા UPI ઍપની ભાગીદાર બૅન્કને મળશે.
ગ્રાહકોને કોઈ પણ અસરથી બચાવવા માટે NPCIએ ટેલિકૉમ, રેલવે, ફ્યુઅલ અને વીમા જેવી સેવાઓ માટે કેટલીક મહત્ત્વપૂર્ણ છૂટછાટો આપી છે. આ સેવાઓ માટે MDR પ્રતિ વ્યવહાર પાંચ રૂપિયાની નિશ્ચિત ફી તરીકે નક્કી કરવામાં આવ્યો છે.
મૂડીબજારના વ્યવહારો માટે પણ MDR ૦.૦૨ ટકા નક્કી કરવામાં આવ્યો છે, કારણ કે આવા વ્યવહારોનું મૂલ્ય સામાન્ય રીતે ઘણું વધારે હોય છે.
NPCIએ ઍક્વાયરિંગ બૅન્કોને ખાસ સૂચના આપી છે કે તેઓ સુનિશ્ચિત કરે કે વેપારીઓ MDR ચાર્જનો બોજ ગ્રાહકો પર ન નાખે. UPI ઍપ પ્રોવાઇડર્સ પણ UPI દ્વારા કરવામાં આવતા પેમેન્ટ પર પ્લૅટફૉર્મ-ફી કે અન્ય કોઈ ચાર્જ વસૂલી શકતા નથી.
