ચીને ૧.૪ ટ્રિલ્યન ડૉલરનું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરતાં સોનાની ડિમાન્ડ વધવાની ધારણા
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડરલ રિઝર્વે પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ જાહેર કરતાં વર્લ્ડ માર્કેટમાં સોનું એક ટકો વધીને ૨૭૧૦.૯૦ ડૉલરે અને ચાંદી વધીને ૩૨.૧૧ ડૉલર સુધી વધી હતી, પણ ટ્રમ્પની પૉલિસીથી ડૉલરની મજબૂતી વધવાની શક્યતાએ ઊંચા મથાળે પ્રૉફિટ બુકિંગ આવતાં સોના-ચાંદીમાં વધારો ટક્યો નહોતો. ચીને ૧.૪ ટ્રિલ્યન ડૉલરનું સ્ટિમ્યુલસ પૅકેજ જાહેર કરતાં સોના-ચાંદીની ડિમાન્ડ વધવાની ધારણા છે.



