અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાની પરંપરા છે, ભારતમાં તેનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ છે. આ પરંપરા હિન્દુ પરંપરા મુજબ સમૃદ્ધિ મેળવવા માટે સોનું ખરીદવામાં આવે છે. પણ શું આજનાં દિવસે માત્ર ભૌતિક સોનું જેમ કે જ્વેલરી, ગોલ્ડ બાર અને સોનાના સિક્કા પૂરતું મર્યાદિત છે? ના, આજે ડિજિટલ ગોલ્ડ ખરીદવું એ રોકાણકારો માટે એક આકર્ષક વિકલ્પ છે અને જો તમે તેમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો આ વિડિયો ફક્ત તમારા માટે છે. ડિજિટલ ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના વિવિધ મોડ્સ શું છે? ફિઝિકલ ગોલ્ડ વિ ડિજિટલ ગોલ્ડ પર ચર્ચાનો મુદ્દો શું છે અને ડિજિટલ ગોલ્ડમાં કેવી રીતે રોકાણ કરવું? તે જાણો અહીં. આજે `મની મેટર્સ`ના આ એપિસોડમાં ડિજિટલ ગોલ્ડના રોકાણ વિશે જાણો તમામ માહિતી. કારણ કે હોસ્ટ કાત્યાયની કપૂર પ્રમાણિત ફાઇનાન્સિયલ પ્લાનર કલ્પેશ આશર સાથે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાની વિવિધ રીતો વિષે રોચક માહિતી શેર કરે છે.
10 May, 2024 01:15 IST | Mumbai