ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વેહિકલ્સ (EV)માં બજાજ ઑટોએ નવા વર્ષમાં ફરી આ સેગમેન્ટમાં ઓલા ઇલેક્ટ્રિકને પછાડીને માર્કેટશૅરની દૃષ્ટિએ મોખરાનું સ્થાન મેળવી લીધું છે.
ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વેહિકલ્સ
ટૂ-વ્હીલર ઇલેક્ટ્રિક વેહિકલ્સ (EV)માં બજાજ ઑટોએ નવા વર્ષમાં ફરી આ સેગમેન્ટમાં ઓલા ઇલેક્ટ્રિકને પછાડીને માર્કેટશૅરની દૃષ્ટિએ મોખરાનું સ્થાન મેળવી લીધું છે. સરકારના વાહન પોર્ટલના આંકડા મુજબ ડિસેમ્બર મહિનામાં બજાજ ઑટોનો EV સેગમેન્ટમાં માર્કેટશૅર ૩ ટકા વધીને ૨૫ ટકા થયો હતો જે નવેમ્બરમાં ૨૨ ટકા હતો. બીજી તરફ આ જ સમયગાળામાં ઓલા ઇલેક્ટ્રિકનો માર્કેટશૅર મન્થ ઑન મન્થ (MoM) ધોરણે ડિસેમ્બરમાં પાંચ ટકા ઘટીને ૧૯ ટકા થયો હતો જે નવેમ્બરમાં ૨૪ ટકા હતો.
બજાજની સાથે ટૂ-વ્હીલર EV સેગમેન્ટમાં એથર એનર્જીનો માર્કેટશૅર પણ ડિસેમ્બરમાં ૩ ટકા વધીને ૧૪ ટકા થયો હતો, જે નવેમ્બરમાં ૧૧ ટકા હતો.
ADVERTISEMENT
TVS ઑટોનો માર્કેટશૅર બદલાયા વિના ૨૩ ટકા રહ્યો હતો. હીરો મોટોકૉર્પનો માર્કેટશૅર પાંચ ટકા ઘટીને એક ટકો રહ્યો હતો, જે નવેમ્બરમાં ૬ ટકા હતો.