આ લીગમાં આર્જેન્ટિના, ગ્રેટ બ્રિટન સહિત રગ્બી રમતના પાવરહાઉસ ગણાતા ૭ દેશના ૩૦ ઇન્ટરનૅશનલ પ્લેયર્સ પણ ભાગ લેશે.
ગઈ કાલે બૉલીવુડ ઍક્ટર અને ભારતીય રગ્બી ફુટબૉલ યુનિયનના પ્રમુખ રાહુલ બોઝની હાજરીમાં રગ્બી ઇન્ડિયાએ લીગને લૉન્ચ કરી હતી.
મુંબઈ ફુટબૉલ અરીના આ વર્ષે જૂન મહિનામાં વિશ્વની પ્રથમ ફ્રૅન્ચાઇઝ આધારિત રગ્બી 7s લીગની યજમાની કરશે. ૧ જૂનથી ૧૫ જૂન દરમ્યાન આયોજિત આ લીગમાં મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર, હૈદરાબાદ, ચેન્નઈ અને ભુવનેશ્વર આ છ શહેર આધારિત ફ્રૅન્ચાઇઝી રહેશે. આ લીગમાં આર્જેન્ટિના, ગ્રેટ બ્રિટન સહિત રગ્બી રમતના પાવરહાઉસ ગણાતા ૭ દેશના ૩૦ ઇન્ટરનૅશનલ પ્લેયર્સ પણ ભાગ લેશે. ગઈ કાલે બૉલીવુડ ઍક્ટર અને ભારતીય રગ્બી ફુટબૉલ યુનિયનના પ્રમુખ રાહુલ બોઝની હાજરીમાં રગ્બી ઇન્ડિયાએ લીગને લૉન્ચ કરી હતી.

