એશિયન પૅરા ગેમ્સ દરમ્યાન હોટેલની એક મહિલા કર્મચારીની જાતીય સતામણી કરવાના આરોપસર જપાની પોલીસે ભારતીય પૅરા-સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખની અટકાયત કરી હતી. આ ઘટના પછી તેને જપાનથી પરત મોકલી દેવામાં આવ્યો છે.
મોહમ્મદ શમ્સ

આ ઘટના સોમવારે બની હતી અને મોહમ્મદ શમ્સ આલમ શેખ કોઈ પણ સ્પર્ધામાં ભાગ લીધા વિના જ મંગળવારે ભારત પરત ફર્યો હતો. અહેવાલો અનુસાર પૅરાલિમ્પિક્સ કમિટી ઑફ ઇન્ડિયા હવે બિહારના આ ૪૦ વર્ષના ખેલાડી પર આજીવન પ્રતિબંધ મૂકવા વિશે વિચારણા કરી રહી છે.
ADVERTISEMENT
તે અગાઉ પુરુષોની ૧૦૦ મીટર બટરફ્લાય (S5) અને ૫૦ મીટર બ્રેસ્ટસ્ટ્રોક (SB4) કૅટેગરીમાં વિશ્વમાં પ્રથમ ક્રમાંક પર રહી ચૂક્યો છે. તાજેતરની આ ઘટના એક ભારતીય પૅરા-એથ્લીટ તરીકેની તેની સફરમાં એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થઈ છે.