પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનારી શૂટર મનુ ભાકર દેશના યુવાઓ માટે રોલ-મૉડલ બની ગઈ છે
મનુ ભાકર
પૅરિસ ઑલિમ્પિક્સમાં બે બ્રૉન્ઝ મેડલ જીતનારી શૂટર મનુ ભાકર દેશના યુવાઓ માટે રોલ-મૉડલ બની ગઈ છે. હાલમાં તેણે દિવાળીની ખરીદી કરતી વખતે રસ્તા પર માટીના દીવા વેચતા વૃદ્ધ દંપતી સાથે ફોટો પડાવીને વોકલ ફૉર લોકલનો સંદેશ આપ્યો હતો. મનુ ભાકરના પપ્પા રામ કિશન ભાકર પણ તેની સાથે ઉત્સાહપૂર્વક દીવાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.