એના માટે ૯૬,૦૦૦ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
સોનાક્ષી સિન્હા
સોનાક્ષી સિન્હાએ બાંદરામાં આવેલો પોતાનો લક્ઝરી ફ્લૅટ એક વર્ષ માટે સ્ટેટ ઑફ કુવૈતના કૉન્સ્યુલેટ જનરલને ભાડે આપ્યો છે. પ્રૉપર્ટી રજિસ્ટ્રેશનના દસ્તાવેજો અનુસાર આ સોદાની કુલ ભાડારકમ ૧.૯૨ કરોડ રૂપિયા છે. દસ્તાવેજો અનુસાર ૧૨ મહિનાની લીઝ માટે દર મહિને ૧૬ લાખ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ફ્લૅટ બાંદરા-વેસ્ટમાં આવેલી ઇમારતમાં આવેલો છે. દસ્તાવેજો મુજબ ફ્લૅટનો કાર્પેટ એરિયા ૪૩૫૦ સ્ક્વેર ફુટ છે, જ્યારે એની સાથે ૨૭ સ્ક્વેર ફુટનો સર્વન્ટ ટૉઇલેટ એરિયા પણ સામેલ છે. આ અપાર્ટમેન્ટ સાથે ત્રણ પાર્કિંગ સ્પેસ પણ આપવામાં આવી છે. આ સોદાનું રજિસ્ટ્રેશન ૨૫ મેએ કરવામાં આવ્યું હતું. એના માટે ૯૬,૦૦૦ રૂપિયાની સ્ટૅમ્પ ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી હતી.
