૨૦૨૪માં ચેસ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના ભાગ રહેલા વિદિતના લગ્નસમારોહમાં દેશી-વિદેશી ઘણા ચેસ પ્લેયર્સે હાજરી આપી હતી
ચેસ ગ્રૅન્ડમાસ્ટર વિદિત ગુજરાતી લગ્નબંધનમાં બંધાયો
મહારાષ્ટ્રના નાશિકમાં ડૉક્ટર ફૅમિલીમાં જન્મેલા ચેસ ગ્રૅન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ જીવનના નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો છે. ૩૦ વર્ષનો વિદિત હાલમાં ડૉ. નિધિ કટારિયા સાથે લગ્નબંધનમાં બંધાયો છે. ૨૦૨૪માં ચેસ ઑલિમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતનાર ભારતીય ટીમના ભાગ રહેલા વિદિતના લગ્નસમારોહમાં દેશી-વિદેશી ઘણા ચેસ પ્લેયર્સે હાજરી આપી હતી. સામાન્ય રીતે શાંત રહેતા ચેસ વર્લ્ડ ચૅમ્પિયન વિશ્વનાથન આનંદ અને ડી. ગુકેશ સંગીતસમારોહમાં શાનદાર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

