૨૦૨૨માં ૨૮ ગોલ્ડ સહિત સૌથી વધુ ૧૦૭ મેડલ જીત્યા હતા
એશિયન ગેમ્સ માટે તૈયાર છે મનુ ભાકર
જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026ની કાલથી ઑફિશ્યલ શરૂઆત થશે. ભારત આ વખત ૪૩ રમતોમાંથી ૩૭ રમતોમાં ભાગ લેશે. ભારતના ૫૦૦ જેટલા ખેલાડીઓ ૧૦૦ પ્લસ મેડલ જીતવાના ટાર્ગેટ સાથે મેદાન પર ઊતરશે.
૧૯૫૧ની પહેલી સીઝનથી ભારત સતત ૧૯ એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહ્યું છે. છેલ્લી પાંચ સીઝનથી ભારત અહીં ૫૦ પ્લસ મેડલ જીતી રહ્યું છે. એ સિવાય ભારત ઘરઆંગણે રમાયેલા ૧૯૫૧ અને ૧૯૮૨ની એશિયન ગેમ્સમાં જ ૫૦થી વધુ મેડલ જીતી શક્યું હતું.
ADVERTISEMENT
૧૯૫૧માં દિલ્હીમાં ભારત ૧૫ ગોલ્ડ, ૧૬ સિલ્વર અને ૨૦ બ્રૉન્ઝ મેડલ સાથે ૫૧ મેડલ જીતીને બીજા સ્થાને રહ્યું હતું. મેડલ-ટૅલીમાં સ્થાનના હિસાબે ભારતનું એ બેસ્ટ પ્રદર્શન હતું. ૨૦૨૨માં ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં પહેલી વખત ભારતે ૧૦૦ પ્લસ મેડલ જીત્યા હતા; જેમાં ૨૮ ગોલ્ડ, ૩૮ સિલ્વર અને ૪૧ બ્રૉન્ઝ સહિત ૧૦૭ મેડલનો સમાવેશ થાય છે. એ સમયે ભારત મેડલ-ટૅલીમાં ચોથા ક્રમે રહ્યું હતું.
એશિયન ગેમ્સમાં ૧૮૩ ગોલ્ડ, ૨૩૮ સિલ્વર અને ૩૫૮ બ્રૉન્ઝ સાથે ભારતે ૭૭૯ મેડલ જીત્યા છે. ઓવરઑલ મેડલ-ટૅલીમાં ભારત ટૉપ ફાઇવમાં સામેલ છે. ભારતે ઍથ્લેટિક્સમાં ૮૫ ગોલ્ડ સહિત સૌથી વધુ ૨૮૩ મેડલ જીત્યા છે. એ સિવાય ભારત શૂટિંગમાં ૮૦ મેડલ, રેસલિંગમાં ૬૫ મેડલ અને બૉક્સિંગમાં ૬૧ મેડલ જીત્યું છે.
11
એશિયન ગેમ્સમાં ભારત તરફથી સૌથી વધુ આટલા મેડલ જીત્યા છે પી.ટી. ઉષાએ, જેમાં ૪ ગોલ્ડ મેડલ અને ૭ સિલ્વર મેડલનો સમાવેશ થાય છે.
