Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો

એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો

Published : 19 September, 2026 09:20 PM | Modified : 19 September, 2026 09:27 PM | IST | Japan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ૮ સીઝનમાં જપાન અને છેલ્લી ૧૧ સીઝનમાં ચીન સતત નંબર વન રહ્યું છે, એશિયન ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે.

એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો

એશિયન ગેમ્સની મેડલ-ટૅલીમાં જપાન-ચીનનો જ રહ્યો છે દબદબો


જપાનના આઇચી-નાગોયામાં આજથી એશિયન ગેમ્સની વીસમી સીઝન શરૂ થશે. એશિયન ગેમ્સ 2026ની ઓપનિંગ સેરેમની આજે ભારતીય સમય અનુસાર બપોરે ૨.૩૦ વાગ્યાથી શરૂ થશે. ભારતમાં સોની નેટવર્ક પર એશિયન ગેમ્સનું લાઇવ ટેલિકાસ્ટ જોઈ શકાશે. 
એશિયન ગેમ્સનાં ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ ગેમ્સ મહત્ત્વપૂર્ણ બનશે. ૧૯૫૧માં ભારતની રાજધાની દિલ્હીમાં પહેલી વખત એશિયન ગેમ્સનું આયોજન થયું હતું. 
માર્ચ ૧૯૫૧માં રમાયેલી એશિયન ગેમ્સમાં ૧૧ દેશોના ૪૮૯ રમતવીરોએ ૬ રમતોની ૫૭ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. થાઇલૅન્ડના બૅન્ગકૉકમાં સૌથી વધુ ૪ વખત એશિયન ગેમ્સ યોજાઈ છે. જપાનમાં ૧૯૫૮ અને ૧૯૯૪ પછી ત્રીજી વખત એશિયન ગેમ્સ યોજાશે. 
છેલ્લાં ૭૫ વર્ષોથી ૧૯ એશિયન ગેમ્સની સીઝનમાં મેડલ-ટૅલીમાં જપાન અને ચીનનો દબદબો રહ્યો છે. ૧૯૭૮ સુધી પહેલી ૮ સીઝનમાં જપાન સતત સૌથી વધુ મેડલ જીતનાર ટીમ રહી હતી. ૧૯૮૨થી ૨૦૨૨ સુધી સતત ૧૧ સીઝનમાં ચીન નંબર વન રહ્યું છે. ઓવરઑલ મેડલ-ટૅલીમાં ચીન (૩૫૭૦ મેડલ) પહેલા ક્રમે અને જપાન (૩૨૪૨ મેડલ) બીજા ક્રમે છે. 

એશિયન ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ભારતનાં ફ્લૅગબેરર બનશે મનુ ભાકર, તજિંદરપાલ સિંહ



જપાનમાં આયોજિત એશિયન ગેમ્સ 2026ની આજે ઓપનિંગ સેરેમની સાથે ઑફિશ્યલ શરૂઆત થશે. મહિલા શૂટર મનુ ભાકર અને વર્તમાન શૉટ પુટ ચૅમ્પિયન તજિંદરપાલ સિંહ તૂરને ભારતનાં ફ્લૅગબેરર એટલે કે ધ્વજવાહક તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં છે.
૨૪ વર્ષની મનુ ભાકર ૨૦૨૨નાં એશિયન ગેમ્સમાં પચીસ મીટર પિસ્તલ ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી હતી. ૩૧ વર્ષનો તજિંદરપાલ સિંહ તૂર સતત બે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી રહ્યો છે. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 09:27 PM IST | Japan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK