Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Update : ચેન્નઈ સુપર કિંગ્સમાં હેડ કોચનું પદ હવે ઝહીર ખાન સંભાળશે

Sports Update : ચેન્નઈ સુપર કિંગ્સમાં હેડ કોચનું પદ હવે ઝહીર ખાન સંભાળશે

Published : 22 September, 2026 08:36 AM | Modified : 22 September, 2026 08:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચેન્નઈ સુપર કિંગ્સે ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાનને IPL 2027 માટે હેડ કોચ બનાવ્યા છે. 18 વર્ષ સુધી ટીમના કોચ રહેલા સ્ટીફન ફ્લેમિંગ બાદ ઝહીર આ જવાબદારી સંભાળશે. તેણે IPLમાં ૧૦૦ મૅચમાં ૧૦૨ વિકેટ લીધી હતી.

ઝહીર ખાન

ઝહીર ખાન


ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)એ ભારતના ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર ઝહીર ખાનને IPL 2027 માટે હેડ કોચ તરીકે જાહેર કર્યો છે. અગાઉ ન્યુ ઝીલૅન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર સ્ટીફન ફ્લેમિંગ IPLની શરૂઆતથી ૧૮ વર્ષ સુધી આ ટીમનો મુખ્ય કોચ હતો. ૨૦૧૭માં IPLમાંથી નિવૃત્તિ લેતાં પહેલાં ઝહીર ખાને મુંબઈ, બૅન્ગલોર અને દિલ્હી તરફથી ૧૦૦ મૅચ રમીને ૧૦૨ વિકેટ લીધી હતી. ભારત માટેની શાનદાર સફર દરમ્યાન તેણે તમામ ફૉર્મેટમાં કુલ ૬૧૦ વિકેટ લીધી હતી. મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેણે ટીમ મૅનેજમેન્ટમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી. ઑલમોસ્ટ ૪૮ વર્ષનો થયેલો ઝહીર ખાન કહે છે કે ‘IPLના ઇતિહાસની સૌથી સફળ ટીમોમાંની એકનો ભાગ બનવું એ સન્માનની વાત છે. હું આટલો ભવ્ય ઇતિહાસ ધરાવતી આ પ્રતિષ્ઠિત ફ્રૅન્ચાઇઝી સાથે જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

મુંબઈ ઇન્ડિયન્સ છોડવાની અફવાઓ પર સૂર્યકુમાર યાદવની પ્રતિક્રિયા...મારું લોહી હજી પણ બ્લુ રંગનું છે



ભારતીય T20 ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૂર્યકુમાર યાદવે IPL 2027 પહેલાં મુંબઈ ઇન્ડિયન્સ છોડવાની અફવાઓ પર પ્રતિક્રિયા આપી છે. સૂર્યાએ આ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું, ‘હું ફ્રૅન્ચાઇઝી સાથેની મારી દસમી સીઝન માટે પરત ફરવાને લઈને ઉત્સાહિત છું. જો તમે મારું લોહી તપાસશો એ તે બ્લુ રંગનું હશે. ટીમ સાથેનો મારો સંબંધ મજબૂત છે.’ 


ઇંગ્લૅન્ડ ૧૧ વર્ષથી શ્રીલંકા સામે વન-ડે સિરીઝ નથી હાર્યું

બન્ને ટીમો એકબીજા સામે ૬-૬ સિરીઝ જીતી છે


શ્રીલંકા સામે T20 સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા પછી યજમાન ઇંગ્લૅન્ડ આજથી આ હરીફ સામે ત્રણ વન-ડે મૅચની સિરીઝ રમશે. બન્ને ટીમ વચ્ચે ૧૩ વન-ડે સિરીઝ રમાઈ છે. એમાંથી ઇંગ્લૅન્ડ અને શ્રીલંકા ૬-૬ સિરીઝમાં વિજેતા રહ્યાં છે. ૧૯૮૨ની પહેલી જ સિરીઝ ડ્રૉ રહી હતી. 
ડિસેમ્બર ૨૦૧૪માં શ્રીલંકા આ હરીફ સામે છેલ્લી વખત વન-ડે સિરીઝ જીત્યું હતું. ત્યાર પછીની ચારેય વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડ વિજેતા રહ્યું છે. બન્ને ટીમો વચ્ચે રમાયેલી ૮૨ વન-ડે મૅચમાંથી ઇંગ્લૅન્ડ ૪૦ મૅચ અને શ્રીલંકા ૩૮ મૅચ જીત્યું છે. એક મૅચ ટાઇ રહી છે અને ત્રણ મૅચ નો-રિઝલ્ટ રહી હતી.  

 

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 08:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK