Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અમે સર્વશ્રેષ્ઠ ટીમ સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છીએ

અમે સર્વશ્રેષ્ઠ ટીમ સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છીએ

Published : 25 September, 2024 09:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટીમ સાથે UAE ઊપડતાં પહેલાં મહિલા ટીમની કૅપ્ટન હરમનપ્રીત કૌર કહે છે: અમે સર્વશ્રેષ્ઠ ટીમ સાથે વિમેન્સ T20 વર્લ્ડ કપ રમવા જઈ રહ્યાં છીએ

ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ૨૦૧૭માં ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં રનર-અપ રહેલી ભારતીય ટીમના ફોટો સાથે હરમનપ્રીત કૌર.  (તસવીર : આશિષ રાજે)

ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ બોર્ડના હેડક્વૉર્ટરમાં ૨૦૧૭માં ઇંગ્લૅન્ડમાં રમાયેલા વર્લ્ડ કપમાં રનર-અપ રહેલી ભારતીય ટીમના ફોટો સાથે હરમનપ્રીત કૌર. (તસવીર : આશિષ રાજે)


ત્રીજી ઑક્ટોબરથી યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં રમાનારા વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે ગઈ કાલે મુંબઈમાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. T20 વર્લ્ડ કપ માટે રવાના થતાં પહેલાં હરનમપ્રીતે પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આ શ્રેષ્ઠ ટીમ છે જેની સાથે અમે આગળ વધી રહ્યાં છીએ. ખેલાડીઓ લાંબા સમયથી સાથે રમી રહી છે. અમે છેલ્લી વખત ખૂબ નજીક આવ્યાં હતાં અને સેમી ફાઇનલ (2023)માં હારી ગયાં હતાં. અમારી તમામ વિભાગમાં તૈયારી ખૂબ સારી છે.’
૨૦૦૯થી આ ટુર્નામેન્ટની તમામ સીઝનમાં રમનારી હરમનપ્રીત કૌરે કહ્યું હતું કે હું જાણું છું કે મેં ઘણા વર્લ્ડ કપ રમ્યા છે, પરંતુ મારામાં એટલો જ ઉત્સાહ છે જેટલો હું ૧૯ વર્ષની હતી ત્યારે હતો. 
ભારત ૨૦૨૦માં માત્ર એક જ વાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે અને એ ઑસ્ટ્રેલિયા સામે હારી ગયું હતું.


બે વૉર્મ-અપ મૅચ પછી ચોથી ઑક્ટોબરે પહેલી મૅચ



T20 વર્લ્ડ કપની ધમાકેદાર ઍક્શન પહેલાં ૨૮ સપ્ટેમ્બરથી વૉર્મ-અપ મૅચ શરૂ થશે જેમાં ભારતીય ટીમ ૨૯ સપ્ટેમ્બરે વેસ્ટ ઇન્ડીઝ અને પહેલી ઑક્ટોબરે સાઉથ આફ્રિકા સામે વૉર્મ-અપ મૅચ રમશે. ચોથી ઑક્ટોબરે ન્યુ ઝીલૅન્ડ સામે હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. 


કોચ અમોલ મઝુમદારે શું કહ્યું?

   પ્રેસ-કૉન્ફરન્સ દરમ્યાન હેડ કોચ અમોલ મઝુમદાર. (તસવીર : આશિષ રાજે)


બૅન્ગલોર સ્થિત નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (NCA) ખાતે કૅમ્પ યોજીને ભારતીય મહિલા ટીમે ૧૦ દિવસમાં પોતાની નબળાઈઓ પર કામ કર્યું છે. હેડ કોચ અમોલ મઝુમદારે આ કૅમ્પ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘અમે સૌપ્રથમ ફિટનેસ અને ફીલ્ડિંગ કૅમ્પનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ અમે ૧૦ દિવસીય સ્કિલ કૅમ્પનું આયોજન કર્યું. અમે સ્પોર્ટ્‍સ સાયકોલૉજિસ્ટને પણ બોલાવ્યા હતા. અમે ઍથ્લેટિક ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઑલરાઉન્ડ ફીલ્ડિંગ ક્ષમતાઓ, યોગ સેશન અને મનોવૈજ્ઞાનિક સેશન પણ ઉમેરવામાં આવ્યાં હતાં. અમે દરેક વસ્તુ માટે તૈયાર છીએ.’

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2024 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK