રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાલમાં વિરાટ કોહલી અને ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા સહિતના પ્લેયર્સનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો જ્યાં કૃણાલ ડિરેક્ટર તરીકે શૂટિંગ-સેટ પર કૅમેરા પાછળથી અલગ-અલગ ઍક્શન કરવા માટે પ્લેયર્સને આદેશ આપી રહ્યો છે.
વિરાટ કોહલી
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)એ હાલમાં વિરાટ કોહલી અને ઑલરાઉન્ડર કૃણાલ પંડ્યા સહિતના પ્લેયર્સનો એક રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો જ્યાં કૃણાલ ડિરેક્ટર તરીકે શૂટિંગ-સેટ પર કૅમેરા પાછળથી અલગ-અલગ ઍક્શન કરવા માટે પ્લેયર્સને આદેશ આપી રહ્યો છે. આ વિડિયોમાં વિરાટ કોહલીની અમ્પાયર તરીકેની વાઇડ, છગ્ગા અને ચોગ્ગાની ઍક્શન-સ્ટાઇલને સોશ્યલ મીડિયા પર ભારે શૅર કરવામાં આવી રહી છે. હરીફ ટીમની વિકેટ પડે ત્યારે અને અમ્પાયર દ્વારા રિવ્યુમાં જ્યારે સામેની ટીમના બૅટરને નૉટઆઉટ આપવામાં આવે ત્યારે કોહલીનું રીએક્શન કેવું હોય એની પણ વિડિયોમાં ઝલક જોવા મળી હતી.

