બે વખત ગોલ્ડન બૅટ જીતનાર શિખર ધવનનો ૭૦૧ રનનો રેકૉર્ડ તોડ્યોઃ યુનિવર્સ બૉસનો રેકૉર્ડ તોડવાથી હવે ૪૬ રન દૂર છે કિંગ કોહલી
વિરાટ કોહલી સેમી ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ૮૪ રનની જબરદસ્ત ઇનિંગ્સ રમ્યો હતો.
ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલીએ સેમી-ફાઇનલ મૅચમાં ૯૮ બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી ૮૪ રનની ઇનિંગ્સ રમીને શાનદાર રેકૉર્ડ બનાવ્યા છે. તે ૭૪૬ રન સાથે ચૅમ્પિયન્સ ટ્રોફીના ઇતિહાસમાં ભારતનો હાઇએસ્ટ રન સ્કોરર બની ગયો છે. આ મામલે તેણે બે વખત ગોલ્ડન બૅટ જીતનાર શિખર ધવનનો ૭૦૧ રનનો રેકૉર્ડ તોડ્યો હતો. ટુર્નામેન્ટના હાઇએસ્ટ રન સ્કોરર ક્રિસ ગેઇલ (૭૯૧ રન)નો રેકૉર્ડ તોડવા માટે તેણે ફાઇનલમાં ૪૬ રન કરવા પડશે. તે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સાત વાર ૫૦+ રનનો સ્કોર કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો છે.
ICC વન-ડે ટુર્નામેન્ટમાં તેણે ૨૪મી વાર ૫૦+ રન કરીને તેના આઇડલ સચિન તેન્ડુલકર (૨૩ વાર)નો રેકૉર્ડ તોડ્યો હતો. એ ઉપરાંત તે ICC વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલ અને સેમી-ફાઇનલની ૧૧ ઇનિંગ્સમાં સૌથી વધુ પાંચ વાર ૫૦+ રનનો સ્કોર કરનાર બૅટર બન્યો છે. આ મામલે તેણે સૌરવ ગાંગુલી (૬ ઇનિંગ્સ), સ્ટીવ સ્મિથ (૬ ઇનિંગ્સ) અને સચિન તેન્ડુલકર (૧૦ ઇનિંગ્સ)નો સંયુક્ત ચાર વખતનો રેકૉર્ડ તોડ્યો હછે. ICC ટુર્નામેન્ટની નૉકઆઉટ મૅચમાં ૧૦મી વાર ૫૦+ રનનો સ્કોર કરી ૧૦૦૦ રન કરનાર પણ તે પ્રથમ ક્રિકેટર બન્યો છે.
ADVERTISEMENT
વન-ડે ક્રિકેટનો મિલ્ખા સિંહ છે કિંગ કોહલી
સેમી-ફાઇનલમાં કોહલીએ ૮૪ રનની ઇનિંગ્સમાં પાંચ ચોગ્ગા ફટકાર્યા હતા અને તેના ૬૭ ટકા રન સિંગલ્સમાં આવ્યા હતા, જે ૩૬ વર્ષની ઉંમરે સ્ટ્રાઇક રોટેટ કરવાની તેની ક્ષમતા અને અદ્ભુત ફિટનેસનો પુરાવો છે. જાન્યુઆરી ૨૦૦૦થી કોહલીએ ૫૭૮૦ સિંગલ્સ બનાવ્યા છે જે આ સમયગાળા દરમ્યાન કોઈ પણ વન-ડે બૅટ્સમૅન કરતાં સૌથી વધુ છે. શ્રીલંકાનો કુમાર સંગકારા ૫૫૦૩ સિંગલ્સ અને માહેલા જયવર્દને ૪૭૮૯ સિંગલ્સ સાથે આ લિસ્ટમાં તેના પછી છે.
|
ICC ટુર્નામેન્ટ્સની નૉકઆઉટ મૅચોમાં |
|
|
વિરાટ કોહલી |
૨૩ ઇનિંગ્સમાં ૧૦૨૩ રન |
|
રોહિત શર્મા |
૨૨ ઇનિંગ્સમાં ૮૦૮ રન |
|
રિકી પૉન્ટિંગ |
૧૮ ઇનિંગ્સમાં ૭૩૧ રન |
|
સચિન તેન્ડુલકર |
૧૫ ઇનિંગ્સમાં ૬૮૨ રન |
|
કુમાર સંગકારા |
૧૯ ઇનિંગ્સમાં ૫૯૭ રન |
|
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ રન કરનાર ક્રિકેટર |
|
|
ક્રિસ ગેઇલ |
૧૭ મૅચમાં ૭૯૧ રન |
|
વિરાટ કોહલી |
૧૭ મૅચમાં ૭૪૬ રન |
|
માહેલા જયવર્દને |
૨૨ મૅચમાં ૭૪૨ રન |
|
શિખર ધવન |
મૅચમાં ૭૦૧ રન |
|
કુમાર સંગકારા |
૨૨ મૅચમાં ૬૮૩ રન |
10
આટલી વાર ICC ટુર્નામેન્ટ્સની નૉક-આઉટ ઇવેન્ટમાં ૫૦+નો સ્કોર કરનાર પ્રથમ ક્રિકેટર બન્યો કોહલી.
36
આટલા કૅચ પકડ્યા વિરાટ કોહલીએ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં. રાહુલ દ્રવિડ (૩૩૪ કૅચ)ને પછાડીને ભારત તરફથી સૌથી વધુ કૅચ પકડનાર નૉન-વિકેટકીપર-ફીલ્ડર બન્યો.
|
ICC વન-ડે ટુર્નામેન્ટમાં સૌથી વધુ 50+ સ્કોર |
|
|
૨૪ |
વિરાટ કોહલી (૫૩ ઇનિંગ્સ) |
|
૨૩ |
સચિન તેન્ડુલકર (૫૮ ઇનિંગ્સ) |
|
૧૮ |
રોહિત શર્મા (૪૨ ઇનિંગ્સ) |
|
૧૭ |
કુમાર સંગકારા (૫૬ ઇનિંગ્સ) |
|
૧૬ |
રિકી પૉન્ટિંગ (૬૦ ઇનિંગ્સ) |
ICC નૉકઆઉટ મૅચમાં ત્રીજી વાર પ્લેયર આૅફ ધ મૅચનો અવૉર્ડ જીતીને ભૂતપૂર્વ આૅલરાઉન્ડર યુવરાજ સિંહના રેકૉર્ડની બરાબરી કરી વિરાટ કોહલીએ.


