Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વૈભવનું આ A સ્ટાઇલનું સેલિબ્રેશન મમ્મી માટે હતું

વૈભવનું આ A સ્ટાઇલનું સેલિબ્રેશન મમ્મી માટે હતું

Published : 21 May, 2026 09:59 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચ બાદ પ્રેઝન્ટેશન વખતે તો ફોડ ન પાડ્યો પણ ત્યાર બાદ ટીમ-મૅનેજર સાથે કરી દિલ ખોલીને વાત...

વૈભવનું આ A સ્ટાઇલનું સેલિબ્રેશન મમ્મી માટે હતું

વૈભવનું આ A સ્ટાઇલનું સેલિબ્રેશન મમ્મી માટે હતું


વૈભવ સૂર્યવંશીએ મંગળવારે હાફ સેન્ચુરી બાદ કરેલું અંગ્રેજી આલ્ફાબેટ A દેખાડતું સેલિબ્રેશન  ખૂબ જ વાઇરલ થયું હતું અને બધા એનો અર્થ શું હોઈ શકે એના વિશે વિચારતા થઈ ગયા હતા. 
વૈભવના આ સેલિબ્રેશન માટે અનેક તર્ક-વિતર્ક ચર્ચાવા લાગ્યા હતા. બે દિવસ પહેલાં જ વૈભવનું ઇન્ડિયા A ટીમમાં પ્રથમ વાર સિલેક્શન થયું હતું એટલે કોઈએ તર્ક લગાડ્યો હતો કે આ સેલિબ્રેશન એના માટે હતું તો કોઈકે એને લખનઉના બોલર આકાશ સિંહને આપેલો જવાબ ગણાવ્યો હતો. આકાશ સિંહે યશસ્વી જાયસવાલને આઉટ કરીને ખૂબ જ જોશભેર ઉજવણી કરી હતી. કદાચ વૈભવને એ નહીં ગમ્યું હોય એવું અમુકને લાગ્યું હતું.

મૅચ બાદ પ્રેઝન્ટેશન વખતે પણ મુરલી કાર્તિકે વૈભવને તેના આ અનોખા સેલિબ્રેશન વિશે ખાસ પૂછ્યું હતું પણ તેણે કોઈ જ સ્પષ્ટતા નહોતી કરી અને બસ દરેક મૅચમાં કંઈક નવું કરવા માટે આવું કર્યું હતું એવો ઉડાઉ જવાબ આપી દીધો હતો.

જોકે ત્યાર બાદ રાજસ્થાન રૉયલ્સે શૅર કરેલા એક વિડિયોમાં વૈભવના આ સેલિબ્રેશન અંગે ફોડ પડ્યો હતો. આ વિડિયોમાં ટીમના મૅનેજર રોમી ભિંડરે જ્યારે તેને સેલિબ્રેશન અંગે પૂછ્યું ત્યારે વૈભવે કહ્યું હતું કે ‘આ મારી મમ્મીને સમર્પિત હતું. મમ્મીનું નામ A અક્ષર પરથી શરૂ થાય છે. હું નહોતો ઇચ્છતો કે આ અંગે બધાને જણાવું, કેમ કે હું આ સેલિબ્રેશનને જાળવી રાખવા ઇચ્છું છું.’
વૈભવનું મમ્મીનું નામ આરતી સૂર્યવંશી છે. વૈભવે અગાઉ ઘણી વાર તેની ઉપલબ્ધિને તેની મમ્મીને સમર્પિત કરી છે. 


Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 09:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK