રાવલપિંડીના વિખ્યાત સ્ટેડિયમને અપાયું શોએબ અખ્તરનું નામ
સ્ટેડિયમને અપાયું શોએબ અખ્તરનું નામ
પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ‘રાવલપિંડી એક્સપ્રેસ’ તરીકે ઓળખાતા શોએબ અખ્તરના સન્માનમાં રાવલપિંડીમાં આવેલા કેઆરએલ સ્ટેડિયમને તેનું નામ આપવામાં આવ્યું છે. આ સન્માન મળતાં તે ગદ્ગદ થઈ ગયો હતો. પોતાનું નામ ધરાવતા સ્ટેડિયમનો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કરીને અખ્તરે કહ્યું કે ‘રાવલપિંડીના ‘કેઆરએલ સ્ટેડિયમ’નું નામ બદલીને ‘શોએબ અખ્તર સ્ટેડિયમ’ રાખવા બદલ હું ઘણો ગૌરવ અનુભવી રહ્યો છું. એનો આનંદ વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી. મેં હંમેશા પૂરી નિષ્ઠા અને ધગશ સાથે ઈમાનદારીથી પાકિસ્તાનની સેવા કરી છે અને હંમેશાં તેમનો ધ્વજ ઊંચો રાખ્યો છે. આજે પણ હું છાતી પર ગર્વથી સ્ટાર પહેરું છું.’


