વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન પાકિસ્તાનની બાવીસ વર્ષની કૅપ્ટન ફાતિમા સના પર આફતોનો પહાડ તૂટી પડ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની મૅચ દરમ્યાન તેના પપ્પાનું અવસાન થતાં તેણે એક મૅચ ડ્રૉપ કરી પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું.
શ્રેયંકા પાટીલ, ફાતિમા સના
વિમેન્સ T20 વર્લ્ડ કપ 2024 દરમ્યાન પાકિસ્તાનની બાવીસ વર્ષની કૅપ્ટન ફાતિમા સના પર આફતોનો પહાડ તૂટી પડ્યો હતો. ઑસ્ટ્રેલિયા સામેની મૅચ દરમ્યાન તેના પપ્પાનું અવસાન થતાં તેણે એક મૅચ ડ્રૉપ કરી પાકિસ્તાન પરત ફરવું પડ્યું હતું. જોકે તે ન્યુ ઝીલૅન્ડ સામેની મૅચથી ટુર્નામેન્ટમાં પરત ફરી હતી. એ સમયે ભારતીય ક્રિકેટર શ્રેયંકા પાટીલે પોતે બનાવેલું કાર્ડ ફાતિમાને ગિફ્ટ કર્યું હતું.
ફાતિમાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘તેની ગિફ્ટથી હું ખૂબ ઇમોશનલ થઈ ગઈ હતી. એ પરિસ્થિતિમાં તેની ગિફ્ટથી મને ખૂબ જ ખુશી મળી હતી અને તેની અંદર લખેલો સંદેશ ‘ડૂ વૉટ યુ લવ’ મને ખૂબ ગમ્યો હતો.’
ADVERTISEMENT
ફાતિમાને વર્લ્ડ કપ રમતી જોવાની તેના પપ્પાની ઇચ્છા અંતિમ દિવસોમાં પૂરી થઈ હતી. ન્યુ ઝીલૅન્ડની વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સોફી ડિવાઇને અંતિમ ગ્રુપ-સ્ટેજ મૅચ બાદ ફાતિમા સનાને વિમેન્સ ક્રિકેટનું ભવિષ્ય ગણાવી હતી.