પૅટ કમિન્સ આ વર્ષે કૅપ્ટન તરીકે IPL ટાઇટલ જીતવા આતુર રહેશે. તેને આ વખતે મજબૂત બૅટિંગ લાઇન-અપ અને ખતરનાક બોલિંગ-યુનિટ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની એવી સ્ક્વૉડ મળી છે જે આ ટુર્નામેન્ટના દરેક રેકૉર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ
ઑસ્ટ્રેલિયાનો વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન પૅટ કમિન્સ આ વર્ષે કૅપ્ટન તરીકે IPL ટાઇટલ જીતવા આતુર રહેશે. તેને આ વખતે મજબૂત બૅટિંગ લાઇન-અપ અને ખતરનાક બોલિંગ-યુનિટ ધરાવતી સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ની એવી સ્ક્વૉડ મળી છે જે આ ટુર્નામેન્ટના દરેક રેકૉર્ડ તોડવાની ક્ષમતા ધરાવે છે. ૨૦૧૩થી આ ટુર્નામેન્ટમાં રમી રહેલી આ ટીમ બારમાંથી સાત વાર પ્લે-ઑફ રમી ચૂકી છે. આ ટીમ ૨૦૧૬માં ચૅમ્પિયન બની હતી, જ્યારે ૨૦૧૮ અને ૨૦૨૪માં રનર-અપ ટીમ રહી છે.

હૈદરાબાદ પાસે હેન્રિક ક્લાસેન, અભિષેક શર્મા, ટ્રૅવિસ હેડ અને ઈશાન કિશન જેવા ટૉપ ઑર્ડર બૅટર છે જે એકસાથે મળીને ૩૦૦ રનનો અશક્ય ટીમ-સ્કોર ઊભો કરી શકે છે. પૅટ કમિન્સ, નીતીશ કુમાર રેડ્ડી અને કામિન્દુ મેન્ડિસ જેવા સ્ટાર ઑલરાઉન્ડર્સ છે. મોહમ્મદ શમી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ જેવા ખતરનાક ફાસ્ટ બોલર સહિત ઍડમ ઝૅમ્પા અને રાહુલ ચહર જેવા પ્રતિભાશાળી સ્પિનર્સ આ ટીમના બોલિંગ-યુનિટને વધુ ખતરનાક બનાવે છે.
રાજસ્થાન રૉયલ્સની જેમ હૈદરાબાદે પણ ૨૦ સભ્યોની નાની સ્ક્વૉડ તૈયાર કરી છે જેના માટે ૧૧૯.૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ સ્ક્વૉડમાં નવ પ્લેયર ૩૦ પ્લસની ઉંમર ધરાવે છે. કેરલાનો રણજી કૅપ્ટન સચિન બેબી (૩૬ વર્ષ ૯૨ દિવસ) ટીમનો ઓલ્ડેસ્ટ પ્લેયર છે, જ્યારે ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડી (૨૧ વર્ષ ૨૯૮ દિવસ) સૌથી યંગેસ્ટ પ્લેયર છે. ૧૧૦ મૅચ રમનાર મોહમ્મદ શમી સહિત ચાર પ્લેયર્સ ૧૦૦ પ્લસ IPL મૅચ રમવાનો અનુભવ ધરાવે છે, જ્યારે પાંચ પ્લેયર્સ પાસે આ ટુર્નામેન્ટમાં એક પણ મૅચ રમવાનો અનુભવ નથી.
ADVERTISEMENT
સનરાઇઝર્સ હૈદરાબાદનો કોચિંગ સ્ટાફ
કોચ ઃ ડેનિયલ વેટોરી
સહાયક કોચ : સિમોન હેલ્મોટ
ફાસ્ટ બોલિંગ કોચ :
જેમ્સ ફ્રૅન્કલિન
સ્પિન-બોલિંગ કોચ ઃ મુથૈયા મુરલીધરન
|
સનરાઇઝર્સ હૈદરાબાદનો IPL રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૧૮૨ |
|
જીત |
૮૭ |
|
હાર |
૯૧ |
|
ટાઇ |
૦૪ |
|
નો-રિઝલ્ટ |
૦૦ |
|
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
|
મોહમ્મદ શમી (૩૪ વર્ષ) - ૧૧૦ મૅચ |
|
હર્ષલ પટેલ (૩૪ વર્ષ) - ૧૦૬ મૅચ |
|
ઈશાન કિશન (૨૬ વર્ષ) - ૧૦૫ મૅચ |
|
જયદેવ ઉનડકટ (૩૩ વર્ષ) - ૧૦૫ મૅચ |
|
રાહુલ ચહર (૨૫ વર્ષ) - ૭૮ મૅચ |
|
અભિષેક શર્મા (૨૪ વર્ષ) - ૬૩ મૅચ |
|
પૅટ કમિન્સ (૩૧ વર્ષ) - ૫૮ મૅચ |
|
હેન્રિક ક્લાસેન (૩૩ વર્ષ) - ૩૫ મૅચ |
|
ટ્રૅવિસ હેડ (૩૧ વર્ષ) - ૨૫ મૅચ |
|
ઍડમ ઝૅમ્પા (૩૨ વર્ષ) - ૨૦ મૅચ |
|
અભિનવ મનોહર (૩૦ વર્ષ) - ૧૯ મૅચ |
|
સચિન બેબી (૩૬ વર્ષ) - ૧૯ મૅચ |
|
નીતીશ કુમાર રેડ્ડી (૨૧ વર્ષ) - ૧૫ મૅચ |
|
સિમરજીત સિંહ (૨૭ વર્ષ) - ૧૦ મૅચ |
|
અથર્વ તાઇડે (૨૪ વર્ષ) - ૦૯ મૅચ |
|
ઝિશાન અંસારી (૨૫ વર્ષ) - ૦૦ |
|
કામિન્ડુ મેન્ડિસ (૨૬ વર્ષ) - ૦૦ |
|
અનિકેત વર્મા (૨૩ વર્ષ) - ૦૦ |
|
ઈશાન મલિંગા (૨૪ વર્ષ) - ૦૦ |
|
વિઆન મુલ્ડર (૨૭ વર્ષ) - ૦૦ |
|
IPL 2013થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં |
|
૨૦૧૩ - ચોથું |
|
૨૦૧૪ - છઠ્ઠું |
|
૨૦૧૫ - છઠ્ઠું |
|
૨૦૧૬ - ચૅમ્પિયન |
|
૨૦૧૭ - ચોથું |
|
૨૦૧૮ – રનર-અપ |
|
૨૦૧૯ - ચોથું |
|
૨૦૨૦ - ત્રીજું |
|
૨૦૨૧ - આઠમું |
|
૨૦૨૨ - આઠમું |
|
૨૦૨૩ - દશમું |
|
૨૦૨૪ – રનર-અપ |
રાજસ્થાન રૉયલ્સની જેમ હૈદરાબાદે પણ 20 સભ્યોની નાની સ્ક્વૉડ તૈયાર કરી છે જેના માટે ૧૧૯.૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.


