સાઉથ આફ્રિકાએ પાંચ મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી
શફાલી વર્મા
ગઈ કાલે ડરબનમાં ભારતની વિમેન્સ ટીમને ૮ વિકેટે હરાવીને સાઉથ આફ્રિકાએ પાંચ T20 મૅચની સિરીઝમાં ૨-૦થી લીડ મેળવી લીધી છે. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૧૪૭ રને ઑલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમે ૧૭.૧ ઓવરમાં બે વિકેટે ૧૪૮ રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ભારત માટે ૧૦૦મી T20 મૅચ રમી રહેલી બાવીસ વર્ષની શફાલી વર્માએ ૩૮ બૉલમાં ૫૭ રન કર્યા હતા. તે ૧૫ વર્ષની ઉંમરથી ભારત માટે આ ફૉર્મેટમાં રમી રહી છે. નવોદિત બૅટર અનુષ્કા શર્માએ ૩૧ બૉલમાં ૨૮ રન કર્યા હતા. સાઉથ આફ્રિકાના ઓપનર્સે ૧૦૬ રનની ભાગીદારી કરીને ટાર્ગેટ-ચેઝ સરળ બનાવી દીધો હતો. લૉરા વૉલ્વાર્ડે ૫૪ રન અને સુન લુસે ૫૭ રન કર્યા હતા.
