ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓપનર વીરેન્દર સેહવાગે હાલમાં સોશ્યલ મીડિયા પર ૨૦૧૯માં થયેલા પુલવામા અટૅકને લઈને મોટી વાત શૅર કરી છે.
રાહુલ સોરેંગ, વીરેન્દર સેહવાગ
ભૂતપૂર્વ ભારતીય સ્ટાર ઓપનર વીરેન્દર સેહવાગે હાલમાં સોશ્યલ મીડિયા પર ૨૦૧૯માં થયેલા પુલવામા અટૅકને લઈને મોટી વાત શૅર કરી છે. આ અટૅક પછી સેહવાગે શહીદ CRPF સૈનિકોનાં બાળકોના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાનો નિર્ણય લીધો હતો અને તે આ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યો છે. એમાંથી રાહુલ સોરેંગ અને અર્પિત સિંહ હરિયાણાસ્થિત સેહવાગ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં ભણી રહ્યા છે. રાહુલ સોરેંગની હાલમાં જ હરિયાણાની અન્ડર-19 ટીમમાં પસંદગી થઈ છે. સેહવાગે આ વાત સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. સેહવાગ તેમના અભ્યાસની સાથે ક્રિકેટ-કોચિંગનો ખર્ચ પણ ઉઠાવે છે.


