રવિવારે NFLની ટીમ ડલાસ કાઉબૉય્ઝની મૅચ દરમ્યાન તેના માલિક જેરી જૉન્સે સચિનને ૧૦ નંબરનું સ્પેશ્યલ ટી-શર્ટ ભેટ આપીને સન્માન કર્યું હતું.
સચિન તેન્ડુલકરનું અમેરિકામાં રવિવારે નૅશનલ ફુટબૉલ લીગ (NFL) દરમ્યાન સન્માન કરવામાં આવ્યું
સચિન તેન્ડુલકરનું અમેરિકામાં રવિવારે નૅશનલ ફુટબૉલ લીગ (NFL) દરમ્યાન સન્માન કરવામાં આવ્યું હતું. રવિવારે NFLની ટીમ ડલાસ કાઉબૉય્ઝની મૅચ દરમ્યાન તેના માલિક જેરી જૉન્સે સચિનને ૧૦ નંબરનું સ્પેશ્યલ ટી-શર્ટ ભેટ આપીને સન્માન કર્યું હતું. અમેરિકામાં હવે ક્રિકેટની લોકપ્રિયતા વધી રહી છે અને એ માટે સચિન પણ યોગદાન આપી રહ્યો છે. સચિન તાજેતરમાં અમેરિકાની નૅશનલ ક્રિકેટ લીગ (NCL) સાથે જોડાયો છે. સચિન NCLની સોમવારે રમાનારી ફાઇનલ દરમ્યાન એક ખાસ ક્રિકેટ ક્લિનિકમાં યુવા ખેલાડીઓને ક્રિકેટના પાઠ ભણાવશે.