સાઉથ આફ્રિકાની SA20 લીગની ત્રીજી સીઝન 2025 ૯ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી રમાવાની છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રૉબિન ઉથપ્પા આ લીગમાં કૉમેન્ટરી કરતો જોવા મળશે.
રૉબિન ઉથપ્પા
સાઉથ આફ્રિકાની SA20 લીગની ત્રીજી સીઝન 2025 ૯ જાન્યુઆરીથી ૮ ફેબ્રુઆરી સુધી રમાવાની છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને રૉબિન ઉથપ્પા આ લીગમાં કૉમેન્ટરી કરતો જોવા મળશે. આ લીગની કૉમેન્ટરી ટીમમાં કેવિન પીટરસન અને એ.બી. ડિવિલિયર્સ જેવા ભૂતપૂર્વ સ્ટાર ક્રિકેટર્સ પણ સામેલ છે.
ભારતમાં વાયકૉમ 18, સ્પોર્ટ્સ 18 અને જિયો સિનેમા આ લીગનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરશે. રૉબિન ઉથપ્પા પહેલાં ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર દિનેશ કાર્તિક આ લીગનો ભાગ બન્યો હતો. તે રાજસ્થાન રૉયલ્સ ફ્રૅન્ચાઇઝીની પાર્લ રૉયલ્સ માટે ધમાલ મચાવતો જોવા મળશે.


