IPLમાં રમવા માટે PSLનો કરાર રદ કર્યો હતો સાઉથ આફ્રિકાના આ આૅલરાઉન્ડરે
MI ફ્રૅન્ચાઇઝી માટે અમેરિકામાં મેજર ક્રિકેટ લીગ રમનાર કૉર્બિન બૉશ IPLમાં હજી નથી કરી શક્યો ડેબ્યુ.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ સાઉથ આફ્રિકાના કૉર્બિન બૉશ પર પાકિસ્તાન સુપર લીગ (PSL) સાથેનો કરાર રદ કરવા બદલ એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. જાન્યુઆરીના ડ્રાફ્ટમાં PSLની ટીમ પેશાવર ઝલ્મી દ્વારા બૉશની પસંદગી કરવામાં આવી હતી. બાદમાં મુંબઈ ઇન્ડિયન્સની ઑફર સ્વીકારીને તેણે સાઉથ આફ્રિકાના ઇન્જર્ડ મીડિયમ ફાસ્ટ બોલર લિઝાડ વિલિયમ્સના સ્થાને IPLમાં એન્ટ્રી કરી હતી.
હજી સુધી IPLમાં ડેબ્યુ નહીં કરી શકેલા આ ૩૦ વર્ષના આ ઑલરાઉન્ડરે કહ્યું હતું કે ‘મને મારા નિર્ણય બદલ ખૂબ જ પસ્તાવો છે અને હું પાકિસ્તાનના લોકો, પેશાવર ઝલ્મીના ફૅન્સ અને ક્રિકેટસમુદાયની માફી માગું છું. મને આશા છે કે ભવિષ્યમાં નવા સમર્પણ અને ફૅન્સના વિશ્વાસ સાથે PSLમાં પાછો ફરીશ.’
ADVERTISEMENT
માર્ચ મહિનામાં કારણદર્શક નોટિસના જવાબમાં તેણે પોતાનો ગુનો કબૂલ કરીને સજા માટે તૈયારી બતાવી હતી અને PSL છોડી IPLમાં રમવાના નિર્ણય વિશે અફસોસ વ્યક્ત કર્યો હતો.

