ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનો અંતિમ સુધારો કરવાની ડેડલાઇન ૧૨ ફેબ્રુઆરી છે, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા એ પહેલાં મિચલ માર્શના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે.
મિચલ માર્શ
ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ઑસ્ટ્રેલિયાનો ઑલરાઉન્ડર મિચલ માર્શ ઇન્જરીને કારણે બહાર થઈ ગયો છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના જણાવ્યા અનુસાર ૩૩ વર્ષના આ ઑલરાઉન્ડરની પીઠની નીચે થયેલી ઇન્જરી હજી મટી નથી. સતત થઈ રહેલા પીઠના દુખાવાને કારણે તે IPL 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ વતી રમવા માટે પણ શંકાસ્પદ છે. ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ટીમનો અંતિમ સુધારો કરવાની ડેડલાઇન ૧૨ ફેબ્રુઆરી છે, ક્રિકેટ ઑસ્ટ્રેલિયા એ પહેલાં મિચલ માર્શના રિપ્લેસમેન્ટની જાહેરાત કરશે.


